Site icon Revoi.in

ઉનાળામાં બ્રોકલી ખાવાથી થાય છે ઘણો ફાયદો- જાણો આ શાક વિશેની કેટલીક વાતો

Social Share

 

આમતો આપણે સૌ કોઈ જાણીએ છીએ જ કે શાકભાજીનું સેવન દરેક ઋુતુમાં ગુણકારી જ હોય છે,જો કે અનેક શાકભાજીના પોતાના જૂદા જૂદા ગુણ ઘર્મો હોય છે આજે વાત કરીશું બ્રોકલીની જેને ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે,જો તેના દેખાવ વીશે વાત કરીએ તો તે દેખાવે ફ્લાવર જેવી જ હોય છે જે રીતે ફ્લાવર સંપૂર્મ વ્હાઈટ હોય તે રીતે બ્રોકલી લીલી હોય છે,જેને ખાવાથી ગજબના ફાયદાઓ થાય છે ઉનાળાની સિઝનમાં પણ તેનું સલાડ કે શાક બનાવીને તમે ખાઈ શકો છો,તો ચાલો જાણીએ બ્રોકલી ખાવાથઈ થતા ફાયદાઓ

 

બ્રોકલી હ્દયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

આપણ હ્દય માટે બ્રોકલીનું સેવન બેસ્ટ ગણવામાં આવે છે બ્રોકલી એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો આંતરડા અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે લીલા શાક ખાવાના શોખીન છો, તો તમે તમારા આહારમાં બ્રોકલી સ્પ્રાઉટ્સનો સમાવેશ કરી શકો છો.

બ્રેઈનને સ્વસ્થ રાખવામાં કરે છે મદદ

બ્રોકલીમાં ખાસ કરીને  એન્ટી કેન્સર અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો સમાયેલા છે બ્રોકલી સ્પ્રાઉટ્સમાં હાજર સલ્ફોરાફેન બ્રેન સ્ટ્રોક, અલ્ઝાઈમર અને પાર્કિન્સન રોગોમાં રાહત આપે છે.

બ્રોકલીનું સેવન કેન્સરના જોખમને ઘટાડે છે

ખાસ કરીને બ્રોકલીના સેવનથી કેન્સર થવાનું જોખમ ઘટાડે છેય.બ્રોકલીમાં ફિટાકેમિકલ વધુ માત્રામાં જોવા મળે છે. બ્રોકલીમાં હાજર તત્વ શરીરમાંથી ઝેરી તત્વોને પણ બહાર કાઢવાનું કામ કરે છે.  

આપણ આતંરડાઓને સાફ રાખે છે બ્રોકલી

બ્રોકલી સ્પ્રાઉટ્સમાં એન્ટીઑકિસડન્ટ અને સલ્ફોરાફેન હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ છે. સલ્ફોરાફેન એચ પાયલોરી સામે એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે પાચનતંત્રના ઈન્ફેક્શન, ગેસ્ટ્રાઈટિસ અને પેટના અલ્સર માટે જવાબદાર બેક્ટેરિયમ છે. આવી સ્થિતિમાં બ્રોકલી સ્પ્રાઉટ્સ પેટ સંબંધિત બીમારીઓથી છૂટકારો અપાવે છે