Site icon Revoi.in

ઉનાળામાં ભોજનનો સ્વાદ બમણો કરશે આ 5 દેશી ચટણીઓ: ગરમીમાં આપશે ઠંડક

Social Share

ભારતીય ઘરોમાં ખાવાની થાળી અથાણાં અને ચટણી વિના અધૂરી માનવામાં આવે છે. દરેક ઋતુમાં અલગ-અલગ પ્રકારની ચટણીઓ બનાવવામાં આવે છે. શિયાળામાં જ્યાં તીખી અને મસાલેદાર ચટણીઓ પસંદ કરવામાં આવે છે, ત્યાં ઉનાળામાં લોકો ટેન્ગી (ખાટી-મીઠી) અને રિફ્રેશિંગ ફ્લેવર વધુ પસંદ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે, ત્યારે આ પાંચ પ્રકારની ચટણીઓ તમારા ભોજનનો સ્વાદ અનેકગણો વધારી દે છે.

ઉનાળાની સૌથી લોકપ્રિય આઇટમ એટલે કાચી કેરી. આ ચટણી તીખી અને ખાટી હોય છે જે જોતા જ મોઢામાં પાણી લાવી દે છે. આ ચટણી બનાવવા માટે કાચી કેરીને છોલીને ટુકડા કરી લો. તેમાં સૂકા લાલ મરચાં અથવા લીલા મરચાં, જીરું, લસણ, ટામેટાં, સફેદ અને સંચળ (કાળું મીઠું) નાખીને પીસી લો. આ ચટણી લંચ માટે બેસ્ટ છે.

ફુદીનો ઉનાળામાં ઠંડક આપે છે અને આમલી તેનો સ્વાદ વધારે છે. ચટણી બનાવવા માટે ફુદીનાના પાન ધોઈ લો અને આમલીના બીજ કાઢી લો. તેમાં જીરું, લસણની કળીઓ (વૈકલ્પિક), લીલા મરચાં અને મીઠું નાખીને પીસી લો. આ ચટણી પાચન માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે.

કોથમીરની ચટણી તો બારેમાસ મળે છે, પરંતુ ઉનાળામાં તેમાં દહીં ઉમેરવાથી તેનો સ્વાદ ઇનહેન્સ થાય છે અને તે પેટને ઠંડક આપે છે. આ ચટણી બનાવવા માટે કોથમીરની જૂડી, લસણ, લીલા મરચાં, દહીં, મીઠું અને થોડો લીંબુનો રસ ઉમેરીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ ચટણી ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે અદભૂત લાગે છે.

ટામેટાની ચટણી બનાવવી ખૂબ જ સરળ છે અને તે ઉનાળામાં સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી બનાવવા માટે ટામેટામાં સૂકા લાલ મરચાં, મીઠું અને લસણ ઉમેરીને પીસી લો. ઘણા લોકો ટામેટાને શેકીને અથવા તેલમાં રાંધીને ઉપરથી રાઈ-લીમડાનો વઘાર પણ આપે છે, જે વધુ ટેસ્ટી લાગે છે.

દક્ષિણ ભારતીય વાનગીઓ જેવી કે ઈડલી-ઢોસા સાથે પીરસાતી નારિયેળની ચટણી ઉનાળામાં શ્રેષ્ઠ છે કારણ કે તે તાજા નારિયેળમાંથી બને છે. આ ચટણી બનાવવા માટે નારિયેળના ટુકડા કરી તેમાં થોડો આમલીનો પલ્પ, લસણ, આદુ, લીલા મરચાં, શેકેલી સીંગ અને મીઠું ઉમેરી પીસી લો. ઉપરથી અડદની દાળ, રાઈ અને મીઠા લીમડાનો વઘાર લગાવવાથી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો આવશે.

ઉનાળાના દિવસોમાં આ ચટણીઓ માત્ર સ્વાદ જ નથી વધારતી, પણ તેમાં રહેલા લસણ, જીરું અને ફુદીના જેવા તત્વો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

Exit mobile version