Site icon Revoi.in

ભારતની આ ગુફાઓને મળ્યુ છે યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન

Social Share

અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે. તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો.

અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો અને પહેરવેશ પણ દર્શાવામાં આવ્યા છે. અજંતાની ગુફાઓમાં ગ્રીક કલાઓ જેવી જ સમાનતા જોવા મળે છે.

ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના જલગાવમાં સ્થિત અજંતા અને ઈલોરાની ગુફાઓ વિશ્વ પ્રખ્યાત છે. દુનિયાભરથી લોકો આ રહસ્યમય ગુફાઓ જોવા આવે છે. આ બન્ને ગુફાઓ એકબીજાથી 100 કિલોમીટર દૂર છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કો દ્વારા દર વર્ષે વિશ્વવારસાનાં સ્થળની યાદીમાં નવી ઇમારતો અને જગ્યાઓને સંરક્ષણ માટે સામેલ કરવામાં આવે છે. આ વખતની યાદીમાં ઘણાં સ્થળોનો સમાવશે કરવામાં આવ્યો છે. આ જ્વાળામુખી વિસ્તાર આઇસલૅન્ડના 14 ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. આ પાર્કમાં ઘણાં ગ્લૅશિયર છે. આ સિવાય અહીં કેટલાંય સુંદર પ્રાકૃતિક જીવ, લાવા ફિલ્ડ્સ અને અનોખાં જીવજંતુ જોવાં મળે છે.