Site icon Revoi.in

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સઃ શૈક્ષણિક સંસ્થાની બસ, વિન્ટેજ કાર અને ઈલેક્ટ્રિક વાહનોના પ્રિમીયમ ઉપર ડિસ્કાઉન્ટ

Social Share

નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કરીને, 25 મેની સૂચના દ્વારા મોટર વાહન (થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ બેઝ પ્રીમિયમ અને જવાબદારી) નિયમો, 2022 પ્રકાશિત કર્યા છે. આ નિયમોનો 1લી જૂન, 2022થી અમલમાં આવશે.

આ નિયમોમાં, વાહનોના વિવિધ વર્ગો માટે અમર્યાદિત જવાબદારી માટે થર્ડ પાર્ટી વીમા માટે બેઝ પ્રીમિયમ સૂચિત કરવામાં આવ્યું છે. ઉપરોક્ત નિયમોમાં પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટની પણ મંજૂરી અપાઈ છે. શૈક્ષણિક સંસ્થાની બસો માટે 15 ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. જ્યારે વિન્ટેજ કાર તરીકે નોંધાયેલી ખાનગી કારને પ્રીમિયમના 50 ટકાની ડિસ્કાઉન્ટેડ કિંમતની મંજૂરી આપવામાં આવી છે.  પ્રીમિયમ પર લગભગ 15 ટકા અને 7.5 ટકા નું ડિસ્કાઉન્ટ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો માટે અનુક્રમે મંજૂરી આપવામાં આવી છે

Exit mobile version