Site icon Revoi.in

આ હિલ સ્ટેશન બેંગલોરની ખૂબ નજીક છે, જોઈને થઈ જશો સ્તબ્ધ

Social Share

બેંગલોર લોકોનું પસંદગીનું સ્થાન બની રહ્યું છે. અહીં ફરવા માટે ખુબ સ્થાનો છે. લોકો અહીના આસપાસના હિલ સ્ટેશનો જોવાનો શોખ રાખે છે.

સ્કંદગિરિ હિલ સ્ટેશન લોકોનું ખાસ પસંદગીનું સ્થાન છે. ટ્રેકર્સ માટે ફેમસ છે. આ બેંગલોરથી 62 કિલોમિટરની દૂરી પર છે. સ્કંદગિરિ પહાડોને દેખવાનો સારો સમય ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે.

મેલાગીરીમાં આખું વર્ષ પ્રવાસીઓની ભીડ રહે છે. વિશ્વના સૌથી જૂના ધોધમાંનો એક હોગેનક્કલ વોટરફોલ્સ અહી છે.

શિવગંગા ટેકરી પણ એક ફેમસ જગ્યા છે. શિવગંગાઈ ચોટી પર જવાના રસ્તામાં ઘણા પાણીના સ્થળો છે અને ત્યાંના લોકોનું માનવું છે કે આ પાણી પવિત્ર ગંગા નદીનું છે.

અંતર્ગંગે નામની આ જગ્યાએ ચટ્ટાનોની બનેલી કેટલીક આકર્ષક ગુફાઓ છે અને એડવેન્ચર એક્ટિવિટી કરે છે તેમના માટે એક આદર્શ જગ્યા છે. તમે ટ્રેકિંગ, રોક ક્લાઈમ્બિંગ અને ગુફાઓમાં જઈ શકો છો.

નંદી હિલ્સ બેંગ્લોર પાસેના સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશનોમાંથી એક છે. સુંદર સૂર્યોદય અને હવામાનને કારણે લોકો વીકએન્ડ પર અહી આવવાનું પસંદ કરે છે. અહી આવવાનો સારો સમય ઓક્ટોબરથી જૂન છે.