Site icon Revoi.in

10 મહિનામાં પહેલીવાર એવુ બન્યુ, છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોરોનાથી એક પણ મોત નહી

Social Share

દિલ્લી: કોરોના એ હવે તમામ દેશો માથે માથાનો દુખાવો બનીને બેઠો છે. તેને રોકવા માટે હવે કેવા પ્રકારના પગલા લેવા તે સમજાતુ નથી. વેક્સિનેશનની અસર તો ખુબ સારી જોવા મળી છે. કેટલાક દેશોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી કરવામાં આવતા ત્યાં મોતને આંક નીચો આવ્યો છે.

જો વાત કરવામાં આવે બ્રિટનની અને ઈઝરાયલની તો ઈઝરાયલમાં લગભગ 80 ટકા વયસ્કોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. આની સાથે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે. તો બીજી તરફ બ્રિટનમાં ઝડપથી રસીકરણ થયા બાદ ફાયદા જોવા મળી રહ્યા છે. બ્રિટનમાં લગભગ 10 મહિના બાદ પહેલીવાર એવું થયું છે કે મંગળવારે એક પણ મોત નથી થયું.

ઈઝરાયલમાં મંગળવારે બાકી બચેલા કોરોના વાયરસ પ્રતિબંધોને હટાવી દેવામાં આવી છે. હવે લોકોને રેસ્ટોરન્ટ, રમતગમત કાર્યક્રમો અથવા સિનેમાં હોલમાં જતા પહેલા રસીકરણના પુરાવા આપવા પડતા નથી. ઈઝરાયલમાં સ્કુલો ખોલી દેવાઈ છે. આખા દેશમાં રેલી કે સભા કરી શકાય છે.

બ્રિટનમાં દેશના મુખ્ય વિશેષજ્ઞોએ જાહેરાત કરી કે રસી બ્રિટનમાં કામ કરી રહી છે. જો કે ભારતમાં મળેલા નવા વેરિએન્ટના કારણે અહીં પ્રતિબંધોની છુટમાં મોડુ થઈ રહ્યું છે. બ્રિટનમાં રવિવારે 6 લોકોના, સોમવારે 1 વ્યક્તિ અને મંગળવારે શૂન્ય મોતનો આંક નોંધાયો છે. જો કે હજું પણ સંક્રમણના મામલા આવી રહ્યા છે.