Site icon Revoi.in

કોરોનામાં નોકરી ગુમાવનારને મોદી સરકારની ભેટ, આ રીતે મળશે લાભ

Social Share

દિલ્હી : કોરોનાવાયરસની બીજી લહેરમાં જે રીતે લોકો હેરાન-પરેશાન થયા હતા તે આજે પણ લોકો ભૂલ્યા નથી. લોકોને આર્થિક રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને કેટલાક લોકોને નોકરી ગુમાવવાનો વારો પણ આવ્યો છે. આવા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી ભેટ આપવામાં આવી રહી છે જે કેટલાક લોકોને મોટાપ્રમાણમાં ફાયદો કરાવશે.

તો વાત એવી છે કે, જો EPF એકાઉન્ટ હોલ્ડરની એક માર્ચ 2020થી લઈને 30 સપ્ટેમ્બર 2020ની વચ્ચે કોવિડના કારણે નોકરી જતી રહી હોય અથવા એક ઓક્ટોબર 2020 બાદ નોકરી મળી હોય તો તેને પણ આ યોજનામાં લાભાર્થી બનાવવામાં આવશે. આ યોજના હેઠળ 902 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુકી છે સરકાર.

કેન્દ્ર સરકાર કોરોનાના કારણે આર્થિક સંકટથી ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થામાં સુધારો અને દેશના લોકોને રાહત પહોંચાડવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. નવા પેકેજ હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને આગળ વધારવાની જાહેરાત કરતા કહ્યું કે, પ્રાઈવેટ કંપનીઓમાં નવી ભરતીના સંદર્ભમાં પીએફ એકાઉન્ટમાં કર્મચારીઓના ભાગની રકમ પણ સરકાર જ જમા કરાવશે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લાગુ કરવામાં આવેલી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ પહેલા કર્મચારીઓના PF એકાઉન્ટમાં આપવામાં આવતી કંપનીઓના ભાગની રકમ સરકાર આપશે તે નક્કી હતુ પરંતુ હવે તેની મર્યાદા વધારીને કર્મચારીઓ સુધી કરી દેવામાં આવી છે. તેનો સીધો લાભ કર્મચારીઓને થશે. આ યોજના હેઠળ અત્યાર સુધી સરકાર લગભગ 21 લાખથી વધુ એમ્પ્લોય માટે 902 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે.