નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પુરીમાં જગન્નાથજી મંદિરને લઈને સોશિયલ મીડિયામાં બોમ્બની ધમકી મળતા મંદિર પરિસર અને આસપાસ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર માત્ર જગન્નાથજી મંદિરને નિશાન બનાવીને ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં બીજેડીના રાજ્યસભાના સાંસદ સુભાષિશ ખુંટિયા અને પુરીના એક શોપિંગ કોમ્પલેક્સમાં હુમલાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ ડોગસ્કવોડ અને બોમ્બ સ્કવોર્ડની મદદથી તપાસ પણ કરવામાં આવી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગર્ભિત ધમકીને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં તૈનાત રાજદ્વારીઓના પરિવારજનોને પરત ભારત બોલાવાયાં

