- મમતાને લાગ્યો વધુ એક ફટકો
- ધારાસભ્ય દેબાશ્રી રોયનું રાજીનામું
- ટિકિટ કપાયા બાદ આપ્યું રાજીનામું
કોલકત્તા: પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય દેબાશ્રી રોયે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.ટિકિટ કપાયા બાદ ધારાસભ્ય દેબાશ્રી રોયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી ટીએમસીના ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં મમતા બેનર્જીની નજીક ગણાતા સુવેન્દુ અધિકારીએ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા.
ટીએમસી રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. દિનેશ ત્રિવેદીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે, રાજ્યમાં હિંસાનું વાતાવરણ છે,જેમાં તેમનો દમ ઘુંટાઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે,પાર્ટીમાં બોલવા માટે કોઈ મંચ નથી. ત્યારબાદ દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થઇ ગયા હતા.તેમણે વધુમાં કહ્યું કે,ભાજપમાં માત્ર પાર્ટીની સેવા માટે જ નહીં પણ જનતા માટે પણ કામ કરવામાં આવે છે.
ટીએમસીથી નારાજ ટીએમસીના જ નેતા અને કાર્યકરો જે બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી માટે મુશ્કેલીઓ સર્જી શકે છે. બંગાળમાં હવે વિધાનસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.
રાજકીય વિશ્લેશકો દ્વારા એવુ અનુમાન પણ લગાવવામાં આવ્યું છે કે આ વખતે બંગાળમાં સતા પરિવર્તન થવાની સંભાવનાઓ પણ છે. બંગાળમાં મોટી સંખ્યામાં થયેલા બાંગ્લાદેશીઓની ઘુસણખોરી મમતા બેનર્જીની ખુર્શી પણ જવાનું કારણ બની શકે તેમ છે.
-દેવાંશી