Site icon Revoi.in

આજે વિજયાદશમીનો પર્વ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભકામના

Social Share

દિલ્હી:દેશભરમાં આજે એટલે કે 15 ઓક્ટોબરે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મ અને અનિષ્ટ પર સારાનો પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે જ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે રાવણ દહન પણ કરવામાં આવે છે. દેશભરના લોકો એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય નેતાઓએ લોકોને દશેરાના તહેવારની શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દશેરા નિમિત્તે કહ્યું, “વિજયાદશમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. દશેરા અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ તહેવાર આપણને નૈતિકતા, ભલાઈ અને સદ્ગુણના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. હું ઈચ્છું છું કે,આ તહેવાર દેશવાસીઓના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં કહ્યું, “વિજયાદશમીના શુભ પ્રસંગે આપ સૌને શુભકામનાઓ.”

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટમાં કહ્યું, “વિજયાદશમીના અવસર પર રાજ્યના તમામ લોકો અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ, અસત્ય પર સત્યની જીત, અધર્મ પર ધર્મ અને અનિષ્ટ પર સારાનું પ્રતીક.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કર્યું, “વિજયાદશમીનો પવિત્ર તહેવાર આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે જે આપણને અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મનો વિજય શીખવે છે. આપણે બધા સત્ય અને ન્યાયના પક્ષમાં રહો,આ ઇચ્છા સાથે, તમે બધાને વિજયાદશમીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.