Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાય તેવી શકયતા, ચીનની પ્લેયર ઉપર ડોપિંગની આશંકા

Social Share

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગમતોમાં મહિલા વેટલિફ્ટીંગ સ્પર્ધામાં 49 કિલોગ્રામના વર્ગમાં ગોલ્ડન મેડલ વિજેતા ચીની વેટલિફ્ટર હોઉ ઝિઉઈ પર ડોપિંગની આશંકા વ્યક્ત થઈ છે. જેથી તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચીની સ્પર્ધક તપાસમાં પકડાઈ ગઈ તો આ ગોલ્ડન મેડલ ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મળી શકે છે. જેમણે સિલ્વર મેડલ જીત્યો છે.

ઓલિમ્પિક રમતમાં ભારતીય ઓલિમ્પિક દળ વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે, હોઉ ઝિઉઈનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેમજ શુ પરિણામ આવે છે તેની ઉપર સૌની નજર છે. જો કે, ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યોએ આ અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. 3 નવા ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતનારી હોઉ ઝિઉઈ આજે પોતાના દેશ પરત ફરવાની હતી. પરંતુ તેમણે રોકાવા માટે કહેવાયું છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં અગાઉ પણ આવુ થયું છે જ્યારે ડોપિંગમાં ફેલ થયેલા ખેલાડીનો મેડલ લઈ લેવામાં આવે છે. જો મીરાબાઈને આ મેડલ ગોલ્ડમાં ફેરવાઈ જાય તો ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતના નામે વ્યક્તિગત સ્પર્ધા આ બીજો ગોલ્ડ મેડલ હશે. અગાઉ દિગ્ગજ શૂટર અભિનવ બિંદ્રાએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

મીરાબાઈએ ઓલિમ્પિકમાં વેટલીફ્ટીંગની સ્પર્ધામાં મેડલ જીતીને ભારતના 21 વર્ષનો ઈન્તજાર ખતમ કર્યો છે. આ અગાઉ કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિક 200માં દેશને કાંસ્ય મેડલ અપાવ્યો હતો.

દરમિયાન મીરાબાઈ આજે પરત ભારત પહોંત્યાં હતા. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં ઉમટી પડેલા પ્રશંસકોએ ભારત માતા કી જયના નાદથી સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે સેલ્ફી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.