Site icon Revoi.in

સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીની કામગીરીમાં જોડોનારા કર્મચારીઓને અપાઈ તાલીમ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ વધારે તેજ બનાવવામાં આવી છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. કર્મચારીઓને બેલેટ પેપર તેમજ કંટ્રોલ યુનિટ અંગેની માહિતી આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીની કામગીરીમાં જોડાનારા કર્મચારીઓને મતદાનના દિવસે કોઈ ટેકનીકલ ખામી સર્જાય ત્યારે શું કરવું તે અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં ભાગ નહીં લેનારા કર્મચારીઓ નોટિસ પાઠવવામાં આવશે. અધિકારીઓને તાલીમ દરમિયાન ઈવીએમ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તેમજ તા. 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તેમજ તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા પ્રચાર, મતદાન અને મતગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.