Site icon Revoi.in

કેરળમાં વિસ્ફોટક ભરેલી ટ્રક ઝડપાઈ, મહિલા માલિકની અટકાયત

Social Share

બેંગ્લોર, 7 ફેબ્રુઆરી 2026: કેરળના મલપ્પુરમ જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. ચેમ્માદ વિસ્તારમાં ડુંગળી ભરેલી એક ટ્રકમાંથી જંગી માત્રામાં વિસ્ફોટક મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ડુંગળની આડ હેઠલ છુપાલેવા 10500થી વધારે જિલેટિન સ્ટીક અને ડિટોનેટર જપ્ત કર્યાં હતા. એટલું જ નહીં ટ્રકની મહિલા માલિકની પણ અટકાયત કરીને ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ બનાવની તપાસમાં ચોંકાવારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ટ્રક ઈટોના ભઠ્ઠા પાસે ઉભી હતી અને મોડી રાતે અહીં આવી હતી. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતીના આધારે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, પોલીસને જોઈને સામાન ઉતારી રહેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે તેને ઝડપી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસે ટ્રકની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

પોલીસે ટ્રકમાંથી ડુંગળીની બોરીઓ નીચે ઉતારતા તેની નીચે છુપાવેલા 245 જેટલા બોક્સ મળી આવ્યાં હતા. જેમાંથી 10500થી વધારે જિલેટિન સ્ટીક, ડેટોનેટર અને તારનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તમામ સામગ્રી જપ્ત કરીને તપાસ આરંભી હતી. એટલું જ નહીં ટ્રકની મહિલા માલિકને પણ ઝડપી લીધી હતી.

પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે, આ મહિલા ખનનના વ્યવસાય સાથે જોડાયેલી છે. જેથી પોલીસને આશંકા છે કે, આ વિસ્ફોટકોનો ઉપયોગ ગેરકાયદે ખનન પ્રવૃતિ માટે થવાનો હશે. પોલીસે આ અંગે પણ તપાસ શરૂ કરી છે. તેમજ આટલી મોટી માત્રામાં મોતનો સામાન કેરળમાં આવ્યો કેવી રીતે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મલેશિયામાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયને PMએ મજબૂત સેતુ ગણાવ્યો

Exit mobile version