Site icon Revoi.in

ભારતમાં પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરાયું

Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના તમામ વ્યવહારો ઉપર પૂર્ણવિરામ મુક્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનની અનેક યુ-ટ્યુબ ચેનલો ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલને બ્લોક કરાવ્યો હોવાનું જાણવા મળે છે.

પાકિસ્તાન સરકારના સતાવાર ટવીટર હેન્ડલને ભારતમાં વીથહેલ્ડ (બ્લોક) કરવામાં આવ્યું છે અને આ નિર્ણય કાનૂની કારણોસર લેવામાં આવ્યુ હોવાનો માનવામાં આવે છે. ભારત સરકારે આપેલી સૂચના બાદ ટવીટરે આ પગલુ લીધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિરુધ્ધ ઝેર ઓકતા અનેક પાકિસ્તાની યુ-ટ્યુબ ચેનલ ઉપર ભારતે પ્રતિબંધ ફરમાવ્યો છે એટલું જ નહીં અનેક વીડિયો પણ દૂર કરાવ્યાં છે. તેમજ ભારતીય સુરક્ષા એજન્સીઓ સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ ઉપર પણ સતત નજર રાખી રહ્યું છે.