Site icon Revoi.in

પાકિસ્તાનને UAEએ સ્પષ્ટ સૂચનઃ કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરી વિવાદનો અંત લાવો

Social Share

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ દુનિયાના વિવિધ દેશોની મુલાકાત લઈને આર્થિક મદદ માંગી રહ્યાં છે, જો કે, મોટાભાગના દેશો આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સાથે અંતર રાખી રહી છે. દરમિયાન યુએઈ પાસે પણ પાકિસ્તાને આર્થિક મદદ માંગી હતી. દરમિયાન યુએઈએ પાકિસ્તાન અસીરો બતાવીને કાશ્મીરનો મુદ્દો ભુલીને ભારત સાથે મિત્રતા કરવા સુચન કર્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કંગાળ પાકિસ્તાનને મોટો ઝટકો આપીને તેના નજીકના મુસ્લિમ મિત્ર દેશો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેને તેની ઓકાત બતાવી દીધી છે: બંને દેશોએ પાકિસ્તાન સરકારને અરીસો દેખાડ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે, તે કાશ્મીરને ભૂલી જાય અને ભારત સાથે મિત્રતા કરીને વિવાદનો અંત લાવે. યુએઈના સૂચનથી પાકિસ્તાનના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીમાં પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં હાલ ઘઉં સહિતની જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યો છે. એટલું જ નહીં મોંઘવારીને પગલે લોકો માટે બે ટંકનું ભોજન મેળવવુ મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનને ખરાબ સમયમાંથી બહાર કાઢવા માટે પાકિસ્તાન દુનિયાના વિવિધ દેશો પાસે પીએમ શરીફ મદદ માંગી રહ્યાં છે. મુસ્લિમ રાષ્ટ્રો પણ પાકિસ્તાનને આર્થિક મદદ કરતા વિચાર કરી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપતુ હોવાનું દુનિયાના તમામ દેશો જાણે છે. પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યાં છે. અત્યાર સુધી દરેક મુશ્કેલીમાં પાકિસ્તાનને ચીન મદદ કરતું હતું. જો કે, હવે ચીન પણ પાકિસ્તાનથી અંતર રાખી રહ્યું છે.