Site icon Revoi.in

અતિ તેજ LED-HID હેડલાઈટો રોડ સુરક્ષા માટે ચિંતાનો ગંભીર વિષય, જાણો શું કહ્યું તંત્રએ?

Ultra-bright LED-HID headlights are a serious concern for road safety

Ultra-bright LED-HID headlights are a serious concern for road safety

Social Share

હેમંત પરમાર: અરવલ્લી જીલ્લો, 13 માર્ચ, 2026
તાજેતરના સમયમાં વાહનોમાં અતિ તેજ હેડલાઈટ લગાવવાની પ્રવૃત્તિ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને બજારમાં સરળતાથી મળતી LED અને HID કિટનો ઉપયોગ ઘણા વાહનચાલકો કરી રહ્યા છે. ટ્રાફિક નિષ્ણાતો અને આંખના ડૉક્ટરોના મત મુજબ આવી હેડલાઈટો રાત્રે ડ્રાઈવિંગ દરમિયાન અન્ય વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે અને અકસ્માતની શક્યતા વધારી શકે છે.

LED એટલે Light Emitting Diode અને HID એટલે High-Intensity Discharge, આ બંને પ્રકારની લાઈટો સામાન્ય હેલોજન બલ્બની તુલનામાં ઘણો વધુ તેજ પ્રકાશ આપે છે. જ્યારે આવી લાઈટો સીધી આંખમાં પડે ત્યારે આંખની અંદર આવેલી રેટિના પર અચાનક ખૂબ તેજ પ્રકાશ પડે છે, જેના કારણે થોડા સમય માટે દ્રષ્ટિ ધૂંધળી થઈ શકે છે. નિષ્ણાતો આ સ્થિતિને ગ્લેર ઇફેક્ટ તરીકે ઓળખાવે છે.

Ultra-bright LED-HID headlights are a serious concern for road safety

આંખના ડૉક્ટરોના જણાવ્યા મુજબ અતિ તેજ હેડલાઈટ સામે આવતા ડ્રાઈવર માટે થોડા સેકન્ડ માટે ટેમ્પરરી બ્લાઈન્ડનેસ જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. આ દરમિયાન રસ્તો, વાહન, પગપાળા ચાલતા વ્યક્તિઓ અથવા અન્ય અવરોધ સ્પષ્ટ દેખાતા નથી. આવી સ્થિતિમાં વાહન નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બની શકે છે અને અકસ્માતનું જોખમ વધી શકે છે. વારંવાર આવી તેજ લાઈટ આંખમાં પડવાથી આંખમાં થાક, પાણી આવવું, ચમક અનુભવવી, તેમજ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને લાંબી રાત્રિ મુસાફરી દરમિયાન આ સમસ્યાઓ વધુ બની શકે છે.

ટ્રાફિક સુરક્ષા નિષ્ણાતો જણાવે છે કે ઘણા વાહનચાલકો કંપની દ્વારા આપવામાં આવેલી હેડલાઈટને બદલે બજારમાંથી ખરીદેલી LED અથવા HID કિટ લગાવે છે. આ કિટ ઘણી વખત વાહનની મૂળ હેડલાઈટ ડિઝાઇન માટે બનાવેલી નથી. તેના કારણે પ્રકાશની દિશા યોગ્ય રહેતી નથી અને પ્રકાશ સીધો સામે આવતા વાહનચાલકની આંખમાં પડે છે, જેના કારણે ભારે ચમકનો અનુભવ થાય છે.

આ પણ વાંચોઃ પ્રેમ, કથા અને ભવિષ્યનું સ્વપ્ન: સપનાં સાથે સમજદાર આયોજન

આ મુદ્દે અરવલ્લી જીલ્લાના એ.આર.ટી.ઓ. જે. કે. પ્રજાપતિ એ જણાવ્યું હતું કે અતિ તેજ LED-HID લાઈટો રોડ સુરક્ષા માટે જોખમરૂપ હોવાથી તેને દૂર કરવા માટે સમયાંતરે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ ઝુંબેશ દરમિયાન આવા નિયમ વિરુદ્ધ લાઈટો લગાડેલા વાહનો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.

શ્રી પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે વાહન ડીલરોને પણ નોટિસો ઈશ્યૂ કરવામાં આવી છે કે આવા પ્રકારની LED-HID લાઈટો વાહનો માટે પ્રતિબંધિત છે. કોઈ પણ વાહનમાં આવી લાઈટો વેચાણ કે લગાવવામાં ન કરવામાં આવે તે અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જો આવા નિયમોનો ભંગ થાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ગૅસ અને ઈંધણની કથિત કટોકટી વિશે સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપૂર, જુઓ VIDEO

તંત્ર દ્વારા વાહનચાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયમ મુજબની હેડલાઈટનો જ ઉપયોગ કરે, અનાવશ્યક હાઈ બીમ ટાળો અને રસ્તા પર અન્ય વાહનચાલકોની સુરક્ષાનો વિચાર કરો. યોગ્ય હેડલાઈટનો ઉપયોગ અને જવાબદાર ડ્રાઈવિંગ દ્વારા જ રાત્રે માર્ગ સુરક્ષા વધુ મજબૂત બનાવી શકાય છે.

Exit mobile version