Site icon Revoi.in

ભારતમાં કોઈ પણ ખચકાટ વિના મૂડીરોકાણ કરવા NRIને કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ અપીલ

Social Share

દિલ્હીઃ બિન નિવાસી ભારતીયોને કોઈપણ ખચકાટ વિના ભારતમાં મૂડીરોકાણ કરવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે અનુરોધ કર્યો હતો. તેઓ દુબઈમાં ભારતીય જનમંચ વેપાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા.

મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, બિનનિવાસી ભારતીયો માટે ભારતની પ્રગતિંમાં સહભાગી થવાની આ ઉજળી તક છે. પિયૂષ ગોયલે ભારતમાં વેપાર અને ઉદ્યોગમાં સરળતા લાવવા કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે, આ કામગીરીના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વેપારમાં સુગમતા સૂચકાંકમાં ભારત દેશ 130માં સ્થાનથી આગળ વધીને 63માં સ્થાને પહોંચ્યો છે.

ભારત અને સંયુક્ત આરબ અમિરાત આવતા વર્ષે રાજદ્વારી સંબંધોની સુવર્ણ જ્યંતિ ઉજવવાના છે ત્યારે બંને દેશોના સંબંધો નવી ઊંચાઈએ લઈ જવાની તક ઉભી થઈ છે.