Site icon Revoi.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના દીવના પ્રવાશે જશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના દીવના પ્રવાસે જવાના છે. દીવના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મ્યુઝીયમમાં ફેરવાયેલા ખુખરી યુદ્ધ જહાજનું પણ લોકાર્પણ કરશે.

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 11 અને 12 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દીવમાં વેસ્ટ ઝોન કાઉન્સિલ કમિટિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દીવમાં કેન્દ્રિય ગૃહમંત્રીની સભા માટે પદ્મભૂષણ કોમ્પ્લેક્સમાં ભવ્ય પંડાલ લગાવવામાં આવ્યો છે. જેમાં 25 હજારથી વધુ લોકો તેમને સાંભળી શકશે. મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી ખૂખરી યુદ્ધ જહાજને પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકશે. આ યુદ્ધ જહાજને મ્યૂઝિયમ તરીકે લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

(Photo-File)