1. Home
  2. Tag "diu"

દીવમાં યોજાયેલી પ્રથમ બીચ ગેમ્સમાં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું

ગાંધીનગરઃ ભારતની સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટસ બીચ ગેમ્સ “ધ બીચ ગેમ્સ 2024″નો આ કાર્યક્રમ દીવના બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ ઘોઘલા બીચ પર યોજાયો હતો। આ રમતોમાં ભૂમિથી ઘેરાયેલું મધ્યપ્રદેશ ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યું હતુ. મધ્ય પ્રદેશે 7 ગોલ્ડ સહિત કુલ 18 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિએ માત્ર મધ્ય પ્રદેશની ટુકડીની રમતગમતની શક્તિનો જ […]

SVPI અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદ, ઑક્ટોબર 30, 2023: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના શિયાળુ  સમયપત્રકમાં નવા સ્થળોની જાહારાત કરવામાં આવી છે. હવે SVPIA થી આપ ‘ગોલ્ડન સિટી’ જેસલમેર, મનોહર શહેર દિવ, ઐતિહાસિક શહેર આગ્રા અને પોર્ટ બ્લેરના અદભૂત ટાપુઓનો આરામદાયક પ્રવાસ કરી શકો છો. નવુ સમયપત્રક 29મી ઑક્ટોબરથી લાગુ કરવામાં આવ્યું છે.  ઈન્ડિગો એરલાઈન્સે અમદાવાદ એરપોર્ટથી જેસલમેર અને […]

દીવના નાગવા, ઘોઘલા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના એટલે કે, 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે

દીવઃ ચોમાસા દરમિયાન સમુદ્રમાં તિવ્રગતિથી મોજા ઉછળતા હોય છે. અને ભારે પવનને કારણે દરિયામાં કરન્ટ વધુ રહેતો હોય છે. તેના કારણે દીવના નાગવા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.દીવ પ્રશાસને  દેશ- વિદેશના પર્યટકો માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં દીવના તમામ બિચો તેમજ વિશ્વ વિખ્યાત નાગવા બીચ અને […]

દીવમાં નાગવા બીચ અને ઘોઘલા બીચ પર સફાઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી

રાજકોટ: વર્ષ 2023માં ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે અંતર્ગત દરિયાકિનારા પર વેસ્ટ મેનેજમેન્ટ ચર્ચાનો એક મહત્વપૂર્ણ વિષય છે. આના અનુસંધાનમાં ભારતે G20 દેશોમાં બીચ સફાઈ અભિયાન આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને મહેમાન દેશોને આમંત્રિત કર્યા છે, જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન દરિયાકિનારાની સ્વચ્છતાની જરૂરિયાત તરફ આકર્ષાય. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ, વન અને […]

દીવમાં નશાની હાલતમાં ગુજરાતી યુવાનોની કાર એરપોર્ટના ગેટ સાથે અથડાતા 1નું મોત, 3ને ઈજા

ઊનાઃ દિવના નાગવા એરપોર્ટના મુખ્ય દરવાજાના પીલર અને લોખંડના ગેટ સાથે  કારનો અક્સ્માત સર્જાતા કારમાં બેઠેલા એક યુવાનનુ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક સહિત ત્રણ યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાર ચાલક કેફી પીણાના નશામાં હોવાથી  સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એરપોર્ટના મુખ્ય ગેટ સાથે ધડાકાભેર અથડાતા  ગંભીર અકસ્માત […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના દીવના પ્રવાશે જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસના દીવના પ્રવાસે જવાના છે. દીવના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મ્યુઝીયમમાં ફેરવાયેલા ખુખરી યુદ્ધ જહાજનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 11 અને 12 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. […]

દીવના તમામ બીચ પર 31મી ઓગસ્ટ સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો,કલેકટરનું જાહેરનામું

ઊના:  ગુજરાતી પ્રવાસીઓ માટે દીવના બીચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. હાલ સૌરાષ્ટ્રના દરિયામાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ત્રણ મહિના એટલે કે ઓગસ્ટના અંત સુધી દરિયો તોફાની બનશે તેમજ દરિયાના મોજામાં વધુ કરંટ જોવા મળશે. આથી […]

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની દીવ, અથવા દમણના બીચ પર પાર્ટી રાખનારાને રાત્રી કરફ્યુ નડશે

સુરતઃ નાતાલના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. અને નવા વર્ષ 2022ના આગમન અને વર્ષ 2021ની વિદાય થશે. નવા વર્ષને આવકારવા માટે શહેરના ઘણાબધા લોકો દીવ,દમણ કે દાદરાનગર હવેલી પર દરિયાના બીચ પર જતા હોય છે. કેટલાક વર્ષોમાં ગુજરાતમાં જૂના વર્ષને અલવિદા કહેવા માટે તથા નવા વર્ષના સ્વાગત માટે પીવા અને પાર્ટીના શોખીનો દીવ, દમણ, […]

દીવમાં સમુદ્ર કિનારે એડવેન્ચર સાઈટનું નિયમિત ઈન્સ્પેક્શન કરવાના આદેશ અપાયા

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર નજીક આવેલા કેન્દ્ર શાસિત દીવમાં અફાટ સમુદ્ર અને બીચને કારણે પ્રવાસીઓમાં માનીતું બન્યું છે. તાજેતરમાં એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. પ્રવાસીઓની સલામતી ખૂબ જરૂરી છે. ત્યારે આ કિસ્સામાં આવો બનાવ કેમ બન્યો અને એડવેન્ચર એક્ટિવિટીનું નિયમિત ઈન્સ્પેક્શન કરવાની સુચના આપવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ  દીવ દરિયા કાંઠે ચાલતી […]

દિવ કે જે પ્રવાસીઓ માટે સૌથી વધારે પ્રિય સ્થળ છે, વાંચો તેનો ઈતિહાસ

સૂર્ય, રેતી અને સમુદ્રનું એક સુંદર મિશ્રણ જે  એવી ધન્ય ધરતીની શોધવાળા લોકો માટે દીવ એક ભગવાનની અમૂલ્ય ભેટ છે. દીવ વિશ્વનું અવિશ્વસનીય સ્થળ છે જે કંટાળાજનક સ્થિતિમાથી થોડા સમય માટે હળવા થઈ શકે છે અને જાગૃત અવસ્થામાં પ્રકૃતિનું સંગીત સાંભળી શકે છે. અરબી સમુદ્ર દ્વારા લપાયેલા ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણ બાજુએ આવેલો આ શાનદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code