1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દીવમાં નશાની હાલતમાં ગુજરાતી યુવાનોની કાર એરપોર્ટના ગેટ સાથે અથડાતા 1નું મોત, 3ને ઈજા
દીવમાં નશાની હાલતમાં ગુજરાતી યુવાનોની કાર એરપોર્ટના ગેટ સાથે અથડાતા 1નું મોત, 3ને ઈજા

દીવમાં નશાની હાલતમાં ગુજરાતી યુવાનોની કાર એરપોર્ટના ગેટ સાથે અથડાતા 1નું મોત, 3ને ઈજા

0
Social Share

ઊનાઃ દિવના નાગવા એરપોર્ટના મુખ્ય દરવાજાના પીલર અને લોખંડના ગેટ સાથે  કારનો અક્સ્માત સર્જાતા કારમાં બેઠેલા એક યુવાનનુ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક સહિત ત્રણ યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાર ચાલક કેફી પીણાના નશામાં હોવાથી  સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એરપોર્ટના મુખ્ય ગેટ સાથે ધડાકાભેર અથડાતા  ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો. કારચાલક સહિત તમામ ગુજરાતી યુવાનો હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સંઘ પ્રદેશ દીવના નાગવા બીચ પર કોડીનારના ચાર મિત્રો ફરવા આવ્યા હતા. નાગવાથી દીવ તરફ જતી વખતે નાગવા એરપોર્ટ પર કોડીનારના ફોર વ્હીલ ચાલક કેફી પીણાના નશામાં એરપોર્ટના મુખ્ય દરવાજાના બે પીલર અને લોખંડના ગેટ તોડી અકસ્માત સર્જતા કોડીનારના સિંધી યુવાન પરેશ પરમાનંદ બજાજનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઈજા પહોંચી હતી. દીવ પોલીસે ડ્રાઈવર સેનકી વિજય બજાજને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ ચેક કરતા 137 પોઝિટિવ આવતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી નશો કરીને અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકશાન કરી એક યુવાનનું કરુણ મોત નીપજાવ્યાની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દીવ પોલીસે મૃતક પરેશ પરમાનંદ બજાજના મૃતદેહનો કબજો લઈ પી.એમ. માટે હોસ્પિટલે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી સુરત પાસિંગની  લાલ કલર કારની એરપોર્ટના દરવાજાના પિલ્લર સાથે અથડાતા કારના આગળનો અડધો ભાગ દબાઈ ગયો હતો અને કારમાં ભારે નુકશાન થયું હતું. દીવ પોલીસે ડ્રાઈવરની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code