નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર, 2026 – Election Commission મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ (ECI) અંગે ચાલતા રાજકીય વિવાદો વચ્ચે આજે શનિવારે (26 સપ્ટેમ્બર 2026) ચૂંટણી પંચની પૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત બંને અગ્રણી ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશી સામેલ થયા હતા.
બેઠકમાં પંચે સ્પષ્ટ કર્યું હતું કે ફોર્મ-6નો દાવો કે ડિક્લેરેશન કોઈ મુખ્ય મુદ્દો નથી, કારણ કે સર્વોચ્ચ અદાલતે ફોર્મ-6ના ડિક્લેરેશનને યોગ્ય ઠેરવ્યું છે. સાથે જ કેબિનેટ સેક્રેટરીને લખાયેલા પત્રને ચૂંટણી પંચના નીતિગત નિર્ણયો સાથે કોઈ સંબંધ ન હોવાનું સ્પષ્ટ કરાયું હતું.
A meeting of the Election Commission of India was held today, 26 September 2026, at 3:00 PM at Nirvachan Sadan, New Delhi.
Chief Election Commissioner Shri Gyanesh Kumar and Election Commissioners Dr. Sukhbir Singh Sandhu and Dr. Vivek Joshi were present in today’s meeting.… pic.twitter.com/WZoqEIXVJq
— Election Commission of India (@ECISVEEP) September 26, 2026
ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો
અધિકૃત નિવેદન અનુસાર, ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:
1. SIR અને નાગરિક સેવાઓ અંગેના નિર્ણયો
-
સરળ સુનાવણી પ્રક્રિયા: SIRમાં નોટિસ મેળવનાર નાગરિકોના ઘરે બીએલઓ (BLO) રૂબરૂ જઈને દસ્તાવેજો એકત્ર કરશે; મોટાભાગના કિસ્સાઓમાં પ્રત્યક્ષ સુનાવણીની જરૂર રહેશે નહીં.
-
ગરીબ અને બેઘર નાગરિકો માટે હેલ્પડેસ્ક: જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) જરૂરિયાત મુજબ રૈન બસેરા (આશ્રયસ્થાનો), મજૂરો, ગરીબો અને ઘરવિહોણા લોકો માટે વિશેષ હેલ્પડેસ્ક ઊભા કરશે.
-
ફોર્મ-6 ડિક્લેરેશન: ખાસ ગહન સુધારણા (SIR) માં ફોર્મ-6 સાથે ઘોષણા-પત્રની વ્યવસ્થા સર્વોચ્ચ અદાલત દ્વારા યથાવત રખાઈ છે.
-
સમીક્ષા સમિતિ: ECINET પ્રણાલીની સમીક્ષા વરિષ્ઠ ડેપ્યુટી ઇલેક્શન કમિશનર (DEC) અને સ્વતંત્ર IIT/IIM નિષ્ણાતોની બનેલી સમિતિ કરશે.
-
દાવા અને વાંધાની તારીખો લંબાવી: દિલ્હીમાં દાવા-વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ 30 ઓક્ટોબર અને મહારાષ્ટ્રમાં 12 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.
2. વહીવટી અને કાર્યપ્રણાલી સુધારા
-
બેઠકોનો એજન્ડા: પંચની તમામ બેઠકોનો એજન્ડા અગાઉથી મોકલવામાં આવશે અને બેઠકની વિધિવત કામગીરી (Proceedings) નોંધવામાં આવશે.
-
એપીઆર (APAR) રિપોર્ટ: તમામ અધિકારીઓનો વાર્ષિક ગોપનીય અહેવાલ દર વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે.
-
વિદેશ પ્રવાસ: અધિકારીઓની પરદેશ યાત્રા માટે હવે ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
-
સુચનાઓનું કડક પાલન: કમિશનરો દ્વારા અધિકારીઓને જારી કરાયેલા તમામ આદેશોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.
મતદાર યાદી અપડેટ કરવા અંગે પંચની સ્પષ્ટતા
-
20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પૂર્ણ: બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
-
નામ નોંધણીનો નવો અવસર: જેમના નામ SIR દરમિયાન અથવા તે પછી યાદીમાંથી છૂટી ગયા હોય, અથવા જે યુવા પ્રથમવાર મતદાતા બની રહ્યા હોય, તેઓ ‘સતત અપડેટ પ્રક્રિયા’ હેઠળ સંબંધિત ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) પાસે ફોર્મ ભરીને નામ ઉમેરાવી શકે છે.
-
વિશેષ ઝુંબેશ: તમામ સ્તરના ચૂંટણી અધિકારીઓ (CEOs, DEOs, અને EROs) ને આ પ્રક્રિયા સુગમ બનાવવા અને સુધારણા બાદ બાકી રહી ગયેલા નાગરિકો માટે તુરંત વિશેષ અભિયાન શરૂ કરવા સૂચના અપાઈ છે.
કેબિનેટ સેક્રેટરીને લખેલા પત્ર અંગે સ્પષ્ટતા
-
કેબિનેટ સચિવને મોકલાયેલો પત્ર આઈટી નીતિ (IT Policy) અંગેનો ન હતો, પરંતુ ડેપ્યુટેશન પર આવેલા અધિકારીની કામગીરી અને જવાબદારીઓ સંબંધિત હતો.
-
પંચે ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો છે કે દેશવ્યાપી SIR સંબંધિત ચૂંટણી પંચના તમામ નિર્ણયો ત્રણેય કમિશનરો દ્વારા સંપૂર્ણ સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા.
-
ગોવામાં હાલ બીએલઓ (BLO) ઘરે-ઘરે જઈને છૂટી ગયેલા મતદારો પાસેથી ફોર્મ-6 ભરાવવાની કામગીરી કરી રહ્યા છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ વિજ્ઞપ્તિ શનિવારની પૂર્ણ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર અને પંચની સંપૂર્ણ સત્તાવાર મંજૂરી બાદ જારી કરવામાં આવી છે.


