Homerevoinewsજગદીશભાઈ વિશ્વકર્માએ લીંબડી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો

જગદીશભાઈ વિશ્વકર્માએ લીંબડી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો

  • સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓના સેવાકાર્યને બિરદાવ્યું
  • આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત બહુવિકલાંગ બાળકોના ક્ષમતાકેન્દ્ર ખાતે બાળકો સાથે સ્નેહસભર મુલાકાત કરી ભોજન પીરસ્યું

ગાંધીનગર, 26 સપ્ટેમ્બર, 2026 – Jagdishbhai Vishwakarma ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓના સેવાકાર્યને બિરદાવ્યું હતું.

આ ઉપરાંત શ્રી વિશ્વકર્માએ લીંબડી ખાતે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી, તેમના અનુભવો જાણી આત્મીય સંવાદ કર્યો હતો.

તેમણે લીંબડી ખાતે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત બહુવિકલાંગ બાળકોના ક્ષમતાકેન્દ્ર ખાતે બાળકો સાથે સ્નેહસભર મુલાકાત કરી ભોજન પીરસ્યું હતું.

Jagdishbhai Vishwakarma participated in various programs at Limbdi.
Jagdishbhai Vishwakarma participated in various programs at Limbdi.

આ અવસરે રાજ્યસભા સાંસદ અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપાના પ્રભારી શ્રી રાજેશભાઈ શુક્લ, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી જગદીશભાઈએ યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે યુવાનોને વિકસિત ભારતના નિર્માણના શિલ્પી ગણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં યુવાશક્તિને સશક્ત અને સામર્થ્યવાન બનાવવાના અભિગમ થી થયેલા કાર્યો અને યુવાકેન્દ્રીત યોજનાઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.

તેમણે વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા, નવીન વિચારો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ સહિત વિવિધ વિષયો પર યુવાનો સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular