Homerevoinewsભાજપના આગેવાનો-કાર્યકરોનું મંગળવારે વૃદ્ધાશ્રમો, બાળ સંભાળ ગૃહોમાં સેવા અભિયાન

ભાજપના આગેવાનો-કાર્યકરોનું મંગળવારે વૃદ્ધાશ્રમો, બાળ સંભાળ ગૃહોમાં સેવા અભિયાન

  • ૨૨ સપ્ટેમ્બરે રાજ્યના પ્રત્યેક તાલુકા(મંડલ)માં ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર, 2026 – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે આવતીકાલે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવારના રોજ ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ તાલુકા(મંડલ)માં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ અંતર્ગત ભાજપના આગેવાનો અને કાર્યકરો તાલુકા(મંડલ)માં સમાવિષ્ટ વૃદ્ધાશ્રમો તથા બાળ સંભાળ ગૃહોની મુલાકાત લઈ ફળ વિતરણ ઉપરાંત ધાબળા, ચાદર સહિતની આવશ્યક સામગ્રીનું વિતરણ કરશે તેમજ વડીલો અને બાળકો સાથે સમય વિતાવશે.

આ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજમાં સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કાર્યકરો સેવા કાર્યને માત્ર એક પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીના ભાગરૂપે જોડાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular