Homerevoinewsઆ ફિઝિયોથેરાપી સેન્ટરમાં એક મહિના સુધી ચાલી રહ્યો છે નિઃશુલ્ક સેવાયજ્ઞ

આ ફિઝિયોથેરાપી સેન્ટરમાં એક મહિના સુધી ચાલી રહ્યો છે નિઃશુલ્ક સેવાયજ્ઞ

અમદાવાદ, 21 સપ્ટેમ્બર, 2026 – આપણા દેશના આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરના પાવન અવસરે શરૂ થયેલા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત પંડિત દીનદલાય ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી એક મહત્ત્વનો અને સેવાકીય નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત ઘોડાસર ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરની તમામ સેવાઓ અને સારવાર તા. 17 સપ્ટેમ્બરથી આગામી એક મહિના માટે દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે.

વડાપ્રધાનના સેવા અને સમર્પણના માર્ગને અનુસરીને, છેવાડાના માનવી અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે.

આથી હાડકાં અને સ્નાયુને લગતી બીમારીઓ ધરાવતા દર્દીઓને આ સેવાનો લાભ લેવા માટે ટ્રસ્ટ તરફથી હાર્દિક અનુરોધ કરવામાં આવે છે.

સરનામું અને સમય: પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટર, કુંભનાથ સોસાયટી, આવકાર હૉલ પાસે, ઘોડાસર, અમદાવાદ સવારે 9.30 થી 01.00 કલાક અને સાંજે 04.30 થી 08.00 કલાક.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular