HomeDharma-ધર્મસૌથી સફળ ફિલ્મ હનુમાન અંશની OTT રિલીઝ તારીખ જાહેર, જાણો ક્યારે જોઈ...

સૌથી સફળ ફિલ્મ હનુમાન અંશની OTT રિલીઝ તારીખ જાહેર, જાણો ક્યારે જોઈ શકશો?

  • નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ને બોક્સઓફિસ પર ભારે સફળતા મળી છે. હવે નિર્માતાએ પ્રોમો સાથે તેની ઓટીટી રિલીઝની જાહેરાત કરી છે

નવી દિલ્હી, 7 ઑક્ટોબર, 2026: OTT Release of Hanuman Ansh નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સઓફિસ પર 80 દિવસ પૂરા કરવા જઈ રહી છે ત્યારે હવે નિર્માતાએ આ ફિલ્મની ઓટીટી રિલીઝની જાહેરાત કરી દીધી છે. 80 દિવસોમાં ફિલ્મે બે કરોડના બજેટમાં 350 કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું છે. શુક્રવારે મેકર્સે પ્રોમો સાથે ઓટીટી રિલીઝનું એલાન કરી દીધું છે. તો ચાલો તમને જણાવીએ કે ‘હનુમાન અંશ’ને ક્યારે અને ક્યાં ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો, જ્યારે ફિલ્મે બોક્સઓફિસ પર કેટલી કમાણી મેળવી છે.

હનુમાન અંશ ઓટીટી રિલીઝ
‘હનુમાન અંશ’ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર સ્ટ્રીમ થશે, જેનું એલાન પ્રોમો સાથે કરવામાં આવ્યું છે. સોની લિવના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પ્રોમો શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, એક દિવ્ય શક્તિ. એક અસાધારણ વાર્તા. આખા દેશની પ્રિય ફિલ્મ, હવે આવી રહી છે તમારા ઘરે. ‘હનુમાન અંશ’, 27 નવેમ્બરે સોની લિવ (Sony LIV) પર આવી રહી છે!

 

View this post on Instagram

 

A post shared by Sony LIV (@sonylivindia)

હનુમાન અંશનું બોક્સઓફિસ કલેક્શન
સ્કેનઈલ્ક (Sacnilk) અનુસાર ‘હનુમાન અંશ’એ ભારતમાં 342.44 કરોડનું કલેક્શન મેળવ્યું છે. જ્યારે દુનિયાભરમાં 452.86 કરોડની કમાણી મેળવી છે. ફિલ્મે 10 લાખની ઓપનિંગ કરી હતી. જ્યારે બે અઠવાડિયા પછી ફિલ્મે અનેકગણી કમાણી મેળવી છે. આ પછી word of mouth નો સિલસિલો શરૂ થયો અને ફિલ્મની કમાણી વધતી જ ગઈ અને બે કરોડના બજેટમાં ફિલ્મે અનેકગણી કમાણી મેળવી. તેને પગલે ‘હનુમાન અંશ’ને ઘણી પેન-ઇન્ડિયા ફિલ્મોની લાઈફટાઇમ બોક્સઓફિસ કમાણી પાછળ છોડવામાં સફળ બનાવી, જેમાં સીએમ વિજયની ‘જન નાયક’ (324 કરોડ રૂપિયા), યશની ‘ટોક્સિક’ (341 કરોડ રૂપિયા) અને રામ ચરણની ‘પેદ્દી’ (342 કરોડ રૂપિયા) સામેલ છે.

‘હનુમાન અંશ’ની વાર્તા
‘હનુમાન અંશ’ની વાર્તા લક્ષ્મી નારાયણ નામના એક યુવકની છે, જે પોતાની માતાને ગુમાવ્યા પછી ઈશ્વર, જીવન અને મૃત્યુ સાથે જોડાયેલા સવાલોના જવાબ શોધવા નીકળે છે. તેની આ શોધ તેને આખા ઉત્તર ભારતમાં લઈ જાય છે, જ્યાં તે માનવીય દુઃખો અને અસ્તિત્વ સાથે જોડાયેલા મોટા સવાલોને સમજવાનો પ્રયાસ કરે છે. આ આધ્યાત્મિક યાત્રા અંતે તેને નીમ કરોલી બાબાના રૂપમાં બદલી નાખે છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img