Homeગુજરાતીદેશ-વિદેશUP: વસંધરા પોલીસ ચોકીમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, આતંકી સંગઠને લીધી...

UP: વસંધરા પોલીસ ચોકીમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, આતંકી સંગઠને લીધી જવાબદારી

નવી દિલ્હી, 7 નવેમ્બર 2026: ઉત્તરપ્રદેશના ગાજિયાબાદના પોલીસ ચોકીમાં મોડી રાથે પ્રચંડ વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં ફુડ ડિલીવરી આપવા આવેલો યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા ઉત્ત અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બ્લાસ્ટને લઈને તપાસ આરંભી હતી. દરમિયાન આ બ્લાસ્ટની જવાબદારી સોશિયલ મીડિયા ઉપર તહરીક-ઉલ-મુજાહિદ્દીન નામના આતંકી સંગઠને લીધી હોવાનું જાણવા મળે છે. પોલીસે આ પોસ્ટને લઈને પણ તપાસ તેજ બાવી છે.

દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારની વસુંધરા પોલીસ ચોકીમાં થયેલા શંકાસ્પદ વિસ્ફોટ મામલે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ‘ગાઝી 2’ નામના એક હેન્ડલથી પોસ્ટ કરીને આતંકી સંગઠન ‘તહરીક-ઉલ-મુજાહિદ્દીન’ દ્વારા આ ધડાકાની જવાબદારી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જ અકાઉન્ટથી પોલીસ ચોકીને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, ગાજિયાબાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ વાયરલ પોસ્ટની સત્યતા અને તેના સાયબર ટ્રિલની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 10 વાગ્યે વસુંધરા પોલીસ ચોકીની અંદર અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનાથી ચોકીના દરવાજા, બારીઓ અને એસી ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ઘટના સમયે ચોકીમાં એક સબ-ઈન્સ્પેક્ટર અને ખાવાનું આપવા આવેલો 20 વર્ષીય ડિલિવરી બોય વિશાલ હાજર હતો. કાચના તીક્ષ્ણ ટુકડા વાગવાથી વિશાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક ધોરણે દિલ્હીના સૂર્ય નગર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ ચોકીની અંદર થયેલા વિસ્ફોટ બાદ સોશિયલ મીડિયા પર આતંકી દાવા વાયરલ થતાં જ ઉત્તર પ્રદેશ પોલીસ, સાયબર સેલ અને એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયા છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પોસ્ટ કોઈ અસામાજિક તત્વની અફવા કે છેતરપિંડી છે કે પછી તેની પાછળ કોઈ ઊંડી સાજિશ છુપાયેલી છે.

  • ફોરેન્સિક તપાસ અને સીસીટીવી ફૂટેજ જપ્ત

ઈન્દિરાપુરમના એસીપીસૂર્યબલિ મૌર્યાએ જણાવ્યું હતું કે ચોકીની અંદર અચાનક વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ કોઈ ઉપકરણ, વિસ્ફોટક સામગ્રી કે અન્ય કોઈ કારણોસર થયો છે, તેની ચોક્કસ માહિતી વિગતવાર ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી વિસ્ફોટકના અવશેષો અને નમૂનાઓ એકત્રિત કર્યા છે. આ ઉપરાંત, પોલીસ ચોકી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંફોસવામાં આવી રહ્યા છે, જેથી ઘટના પહેલા કે પછીની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે કોઈ સુરાગ મળી શકે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img