Site icon Revoi.in

ગોધરામાં રસીકરણ અંગે ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, ઓટો રિક્ષા પાછળ રસીકરણ અંગે લખાવ્યાં સ્લોગન

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાન અનેક દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ 100 કરોડથી વધારે ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં પણ રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગોધરામાં કોરોના રસીકરણ અંગે લોકોને જાગૃત કરવા માટે ટ્રાફિક પોલીસ પણ આગળ આવી છે. એટલું જ નહીં 30થી વધારે ઓટો રિક્ષાની પાછળ કોરોનાની રસી અંગે વિવિધ સ્લોગનો લખીને લોકોને રસી અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ગોધરામાં ટ્રાફિક પોલીસની આ અનોખી પહેલને સ્થાનિકો પણ આવકારી રહ્યાં છે.

દેશમાં તાજેતરમાં જ ૧૦૦ કરોડ કોરોના વેક્સિનેશનની સિદ્ધિ મેળવવામાં આવી છે. ત્યારે આવી જ એક પહેલ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોરોના વેકસીનેશન અંગે શહેરીજનોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. જેમાં શહેરની તમામ ઓટો રિક્ષા પાછળ કોરોના જાગૃતિ માટેની સ્લોગનો લખવામાં આવ્યા હતા.

ગોધરા શહેર ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન.જાડેજા તેમજ ટ્રાફિક પોલીસકર્મીઓ દ્વારા શહેરીજનોમાં કોરોના રસીકરણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ત્રીસથી વધુ રિક્ષાઓ પર કોરોના વેકસીનેશનના સૂત્રો અંકિત કરી શહેરમાં આ રિક્ષાઓ તમામ વિસ્તારોમાં ફરી નાગરિકોને જાગૃત કરી રહી છે. ગોધરા સીટી ટ્રાફિક પોલીસનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના લારી,પથારાવાળા,શાકભાજી વિક્રેતાઓને વેકસીનેશન સેન્ટર લઈ જઈ વેકસીનેશન કરાવવામાં આવ્યુ હતુ.