Site icon Revoi.in

UP: પૂર્વીય DCP ક્રાઈમની ટીમ ઉપર લાગ્યાં ગંભીર આક્ષેપ, યુવાનને બંધક બનાવી રૂ. 40 લાખ વસુલ્યાંનો આરોપ

Social Share

લખનૌઃ પૂર્વીય ડીસીપી ક્રાઈમ ટીમમાં તૈનાત આઠ પોલીસ કર્મચારીઓ સામે કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોર્ટના આદેશ અનુસાર નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાવનારા રેસ્ટોરન્ટના સંચાલક  મયંકે આરોપ લગાવ્યો છે કે, આરોપી પોલીસ કર્મચારીઓએ તેને 24 જાન્યુઆરીના રોજ બંધક બનાવીને લખનૌ લઈ ગયા હતા. તેમજ કેન્ટ ચોકીમાં બંધક બનાવી માર માર્યો હતો. તેમજ મુક્ત કરાવવા માટે રૂ. 40 લાખ વસુલ્યાં હતા. આ ફરિયાદ નોંધાતા લખનૌ અને કાનપુર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.  છોડવાના નામે તેના બે કાકા પાસેથી 40 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ FIR નોંધાતાની સાથે જ કાનપુર અને લખનૌ પોલીસમાં હડકંપ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતો મયંક સિંહ BBAનો અભ્યાસ કરે છે સાથે પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. મયંકના જણાવ્યા અનુસાર, 24 જાન્યુઆરીના રોજ તે મિત્ર આકાશ સાથે કાકદેવની હોટલમાં ગયો હતો. દરમિયાન કેટલાક લોકો તેને બળજબરીથી કારમાં ઉઠાવી ગયા હતા. મયંકના જણાવ્યા અનુસાર, તેને કાર દ્વારા લખનૌના કેન્ટ ચોકી લઈ જવાયો હતો. જ્યાં મયંકના મામા પણ હાજર હતા કારમાં ઉઠાવી જનારાઓમાં પૂર્વીય ડીસીપીની ક્રાઈમબ્રાન્ચમાં તૈનાત ઈસ્પેક્ટર રજનીશ વર્મા હોવાનો પણ યુવાને આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં યુવાન અને તેના મામાને અટકાયત અંગેનું કોણ કારણ પણ પોલીસ કર્મચારીઓએ આપ્યું ન હતું. મયંકે આક્ષેપ કર્યો હતો કે, સબ ઈન્સ્પેક્ટર રજનીશે બીજા મામા વિક્રમ સિંહને ફોન કરીને રૂ. 40 લાખ આપવા કહ્યું હતું. જેથી વિક્રમે આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવી હતી. મયંકે જણાવ્યું કે મામા દુર્ગાને પોલીસ કર્મચારી કલ્યાણપુર લઈ ગયા હતા. પોલીસ કર્મચારીઓએ દુર્ગાના ઘરમાંથી રૂ. 30 હજાર અને રૂ. 1.25 લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી. તેમજ સંબંધી અજયસિંહ પાસેથી પોલીસ કર્મચારીઓએ રૂ. 40 લાખ વસુલ્યાં હતા.

પોલીસ કર્મચારીઓએ મયંકને લૂંટના એક ખોટા કેસમાં પણ ફસાવ્યો હોવાનો આરોપ લગાવાયો છે. પીડિતાના પરિવારે પોલીસ કર્મચારીઓના અત્યાચાર સામે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશ પછી રજનીશ વર્મા સહિત આઠ પોલીસ કર્મચારીઓ સામે હુમલો અને લૂંટની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.