Site icon Revoi.in

UP વિધાનસભા ચૂંટણીઃ યોગી સરકારને મોટો ઝટકો, કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું રાજીનામું

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત કરી છે. દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યું હતું. તેમજ પછાત, દલિત અને ખેડૂતોની ઉપેક્ષા થતી હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો હતો. મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. સપાસના વડા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીમાં સ્વાગત છે, તેવી ટ્વીટ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર સ્વામી પ્રસાદ મૌર્યએ કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપતો પત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલી આપ્યું છે. રાજ્યપાલ આનંદીબેન પટેલને પાઠવેલા રાજીનામાના પત્રમાં સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, શ્રમ અને રોજગાર અને સંકલન મંત્રી તરીકે પ્રતિકૂળતા અને વિચારધારામાં જીવતા હોવા છતાં મેં મારી જવાબદારી ખૂબ જ ખંતથી નિભાવી છે, પરંતુ દલિતો, પછાત ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના-નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓના ઘોર ઉપેક્ષિત વલણને કારણે હું ઉત્તર પ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું. ભાજપના કેબિનેટ મંત્રી મૌર્યએ અચાનક રાજીનામું આપી દેવા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

સ્વામી પ્રસાદ મૌર્યના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તેમની સાથે એક તસવીર શેર કરી અને લખ્યું- ‘શ્રી સ્વામી પ્રસાદ મૌર્યજી, સામાજિક ન્યાય અને સમાનતા માટે લડતા લોકપ્રિય નેતાનું હાર્દિક સ્વાગત છે અને સપામાં આવનાર અન્ય તમામ નેતાઓ, કાર્યકરો અને સમર્થકોને શુભેચ્છાઓ!