Site icon Revoi.in

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી, જાણો શું કહ્યું?

US President Trump again made anti-India statements, know what he said?
Social Share

વૉશિંગ્ટન ડીસી, 23 એપ્રિલ, 2026 – અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી છે. ઈરાન સાથેના યુદ્ધમાં નિર્ણયક પરિણામ નહીં આવતા અને દેશમાં જો તેમના નેતૃત્વના વિરોધનો સામનો કરી રહેલા ટ્રમ્પ હવે અમેરિકી જમણેરી પરિબળોનાં નિવેદનનોનો સહારો લઈને ભારત સહિત અન્ય દેશોને નિશાન બનાવી રહ્યા છે.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અમેરિકન રેડિયો હોસ્ટ માઈકલ સેવેજની એક પોસ્ટ ફરીથી શેર કરી છે, જેમાં ભારત, ચીન અને અન્ય દેશોને ‘હેલહોલ’ (નરક જેવી જગ્યા) કહેવામાં આવ્યા છે. આ પત્રમાં અમેરિકાના જન્મસિદ્ધ નાગરિકતા કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે વંશીય ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ISSF જુનિયર વર્લ્ડ કપ: કૈરોમાં ભારતીય શૂટર્સનો દબદબો

નાગરિકતા કાયદા પર આક્રમક વલણ

સેવેજે પોતાની લાંબી નોંધમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જન્મસિદ્ધ નાગરિકતા અંગે ચાલી રહેલી ચર્ચા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે બિન-નાગરિકોના બાળકોને જન્મના આધારે નાગરિકતા આપવાની જોગવાઈનો વિરોધ કર્યો અને કહ્યું કે આ મુદ્દે અદાલત નહીં, પરંતુ રાષ્ટ્રીય લોકમત (રેફરન્ડમ) લેવો જોઈએ.

જન્મથી મળતા નાગરિકત્વ વિશે શું કહ્યું?

પત્રમાં સેવેજે દાવો કર્યો હતો કે બીજા દેશોના લોકો અમેરિકા આવીને 9 માં મહિનામાં બાળકને જન્મ આપે છે અને તેનાથી તેમને તરત જ નાગરિકતા મળી જાય છે. તેમણે લખ્યું કે, ‘અહીં જન્મ લેનાર બાળક તરત જ નાગરિક બની જાય છે અને પછી તેઓ પોતાના આખા પરિવારને ચીન, ભારત કે દુનિયાના કોઈ પણ ‘હેલહોલ’ થી અહીં લઈ આવે છે.’

ભારતીય-ચીની નાગરિકો પર વાંધાજનક ટિપ્પણી

પત્રમાં ભારતીય અને ચીની નાગરિકો વિશે પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેવેજે તેમને ‘લેપટોપવાળા ગેંગસ્ટર’ ગણાવતા આરોપ લગાવ્યો કે તેમણે ‘અમેરિકન ધ્વજનું અપમાન કર્યું છે.’

આ પણ વાંચોઃ બંગાળ ચૂંટણી 2026: TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ, દેશી બોમ્બ ફેંકાયો

‘બર્થ ટૂરિઝમ’ અને સિસ્ટમના દુરુપયોગનો આરોપ

સેવેજે એવો પણ આરોપ લગાવ્યો હતો કે વર્તમાન વ્યવસ્થાનો ‘બર્થ ટૂરિઝમ’ અને વેલફેર યોજનાઓના દુરુપયોગ દ્વારા ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આધુનિક યુગના સ્થળાંતરના સંદર્ભમાં અમેરિકન બંધારણ હવે જૂનું થઈ ગયું છે.

ટ્રમ્પનો દાવો અને હકીકત

પ્રમુખ ટ્રમ્પે આ પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એવા નિવેદનના એક દિવસ પછી શેર કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા સિવાય દુનિયામાં બીજો કોઈ દેશ જન્મસિદ્ધ નાગરિકતા આપતો નથી. જોકે, વાસ્તવિકતા એ છે કે કેનેડા, મેક્સિકો અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના દેશો સહિત લગભગ 3 ડઝન દેશો આ સુવિધા આપે છે.

Exit mobile version