Site icon Revoi.in

અમેરિકાઃ ટેક્સાસની શાળામાં ગોળીબાર,18 વર્ષના શૂટરે 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા,બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું

Social Share

દિલ્હી:અમેરિકાના ટેક્સાસથી મોટા સમાચાર સામે આવ્યા છે.મંગળવારે સવારે એક 18 વર્ષના યુવકે અહીંની એક પ્રાથમિક શાળામાં 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોની હત્યા કરી હતી.આ સાથે જ પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો છે.રાજ્યના સીનેટર રોલેન્ડ ગુટીરેઝે ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના હવાલે જણાવ્યું હતું કે,ટેક્સાસમાં એક શાળામાં ગોળીબારમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે, જેમાં 18 બાળકોનો સમાવેશ થાય છે.

તે જ સમયે, એક પોલીસ અધિકારીએ કહ્યું કે,હુમલાખોર શાળાનો જ જૂનો વિદ્યાર્થી છે.આ ઘટના સૈન એન્ટોનિયોથી પશ્ચિમમાં 80 કિમી દૂર આવેલા નાના વિસ્તાર ઉવાલ્ડેમાં બની હતી. હુમલાખોર ઘટના પહેલા તેની કાર શાળાની બહાર છોડી ગયો હતો.ત્યારબાદ શાળામાં પ્રવેશતા જ તેણે પોતાની બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસે હેન્ડગન પણ હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે,રોબ એલિમેન્ટરી સ્કૂલમાં બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે.રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં તમામ સૈન્ય અને નૌકાદળના જહાજો,સ્ટેશનો સહીત વિદેશોમાં તમામ યુએસ એમ્બેસીઓ અને અન્ય કાર્યાલયોમાં 28 મેના રોજ સૂર્યાસ્ત સમય સુધી ધ્વજ અડધો ઝુકાવવામાં આવશે.