Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપ સરકારની વિકાસગાથા દર્શાવતુ ગીત રિલીઝ, ફિલ્મ સ્ટાર રવિ કિશને ગાયુ ગીતી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. તેમજ હાલ રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભોજપુરી ફિલ્મના સ્ટાર  અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશનએ રેપ સોંગ… UP મેં સબ બા… ગોરખનાથ મંદિરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિલીઝ કર્યું હતું.

ભાજપના સાંસદ રવિ કિશનએ અગાઉ આ ગીતનું ટીઝર રિલીઝ કર્યું હતું. તેના ટીઝર અને પોસ્ટર પહેલાથી જ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ ગીત ઉત્તર પ્રદેશની સિદ્ધિઓ વિશે જણાવે છે. વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આવા ગીતો આ સિદ્ધિઓને લોકો સુધી લઈ જવામાં મદદરૂપ થશે. આ જરૂરી છે જેથી રાજ્ય બહારના લોકો પ્રત્યેની ધારણા બદલી શકાય.

ગીતમાં કહેવાયું છે- ‘જે કબ્બો ના રાહલ અબ બા… યુપી મેં સબ બા’. આ ગીતમાં ફર્ટિલાઈઝર, ગોરખપુર એઈમ્સ, પૂર્વાંચલ એક્સપ્રેસ વે, માફિયાઓ સામેની કાર્યવાહી, ગરીબો માટે રાશન જેવી સરકારી યોજનાઓનો પણ ઉલ્લેખ છે. અયોધ્યા, રામ મંદિર અને કાશી કોરિડોર પણ આ ગીતનો ભાગ છે. વીડિયોમાં ગાયક રવિ કિશન ભગવા પહેરીને પોતાની શૈલીમાં હર હર મહાદેવની ઘોષણા કરતા જોવા મળે છે. સાંસદ રવિ કિશને કહ્યું કે તેનું સંગીત ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version