Site icon Revoi.in

વડોદરીના એમ એસ યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં વધારો કરતા વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

Social Share

વડોદરાઃ ગુજરાતમાં નવા સત્રથી ધણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ફી વધારો કરી રહી છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.દ્વારા ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાને કારણે વિદ્યાર્થીઓના માથે 7 થી 8 કરોડ રૂપિયાનો બોજો પડશે. યુનિની તાજેતરમાં સિન્ડિકેટની બેઠકમાં જે કોર્સની ફી 20 હજાર થી નીચે ફી હોય તેમાં 10 ટકા વધારો તેમજ 20 હજારથી ઉપર ફી ધરાવતા કોર્સમાં 5 ટકાનો વધારો કરાયો છે.

એમ.એસ યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ફી વધારાના કારણે વિદ્યાર્થીઓના માથે 7 થી 8 કરોડ રૂપિયાનો બોજો પડશે.યુનિની સિન્ડિકેટની બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાંઆવી હતી. યુનિવર્સિટીના કૂલપતિ અને ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર આગામી તા.7મી મેથી બ્રિટનની મુલાકાતે જશે. જયાં તેમના દ્વારા વિવિધ યુનિવર્સિટીઓ સાથે જોડાણની પ્રક્રિયા હાથ ધરાશે. જેની પાછળ 7.20 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. સિન્ડિકેટની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભ માટે આગામી 3 વર્ષ સુધીના 50 હજાર જેટલા સ્કાર્ફ ખરીદવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી હતી.

એબીવીપી દ્વારા યુનિ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં એકેડમીક કેલેન્ડર સત્વરે જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેમ્પસમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે શી ટીમ કે અભયમ જેવી વ્યવસ્થા ઊભી કરવા માંગ પણ કરવામાં આવી હતી. ફાર્મસીમાં બેઠક વધારવાની પણ માંગણી કરાઇ હતી. વિવિધ ફેકલ્ટીઓમાં સમયસર પરિણામ જાહેર કરવા સહિત શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હતી. એમએસયુ ડીજીટલના પોર્ટલની ખામીઓને દૂર કરવા માટેની પણ માંગણી કરાવામાં આવી હતી.