Site icon Revoi.in

Video: પીડિતોના આંસુ પર રાજકીય રોટલી શેકવા ગયેલા “આપ” ના નેતાઓનો ફિયાસ્કો, જનતાએ અરીસો બતાવ્યો

Video: Fiasco of "AAP" leaders who went to bake political bread on the tears of the victims, the public showed the mirror. Delhi Hotel Fire Incident

Video: Fiasco of "AAP" leaders who went to bake political bread on the tears of the victims, the public showed the mirror. Delhi Hotel Fire Incident

Social Share

હેમંત પરમાર દ્વારા

​દિલ્હીમાં બનેલી હોટેલ અગ્નિકાંડની હૃદયદ્રાવક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે, જ્યાં કેટલાક નિર્દોષ લોકો વહીવટીતંત્રની બેદરકારીના કારણે હોમાઈ ગયા. આવા ગંભીર અને અત્યંત સંવેદનશીલ સમયે નેતાઓ પાસેથી આશા રાખવામાં આવે કે તેઓ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવશે અને ન્યાય અપાવવાની દિશામાં કામ કરશે. પરંતુ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સંજય સિંહ અને સોમનાથ ભારતી માટે કદાચ આ માત્ર વધુ એક પોલિટિકલ ફોટો-ઓપ થી વિશેષ કંઈ નહોતું.

​તાજેતરમાં જ આ બંને નેતાઓ અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર એક મૃતકના ઘરે સાંત્વના આપવાના બહાને પહોંચ્યા હતા. પરંતુ ત્યાં જે દ્રશ્યો સર્જાયા, તેણે સામાન્ય જનતાની આંખો લાલ કરી દીધી છે.

​દુઃખના પહાડ વચ્ચે નેતાઓનું નિર્લજ્જ હાસ્ય

​જે ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો હોય, જ્યાં આક્રંદ અને શોકનો માહોલ હોય, ત્યાં જઈને કોઈ સામાન્ય માણસ પણ હસવાની હિંમત ન કરી શકે. પરંતુ, સંજય સિંહ અને સોમનાથ ભારતી કઈ માટીના બનેલા છે તે તો ભગવાન જાણે. મૃતકના પરિવારજનોની સામે જ આ બંને નેતાઓ જે બેશરમીથી હસી રહ્યા હતા, તે કેમેરામાં કેદ થઈ ગયું.

​શું સત્તાના નશામાં નેતાઓ એટલા અંધ થઈ ગયા છે કે તેમને પીડિતોની ચીસો પણ સંભળાતી નથી? જે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય, તેમની સામે ઊભા રહીને હસવા માટે કેટલી ક્રૂરતા અને નિર્લજ્જતાની જરૂર પડે?

જુઓ વીડિયોઃ

​જનતાએ બતાવ્યો અરીસો, “ઢોંગીઓ, રાજકીય રોટલી શેકવા આવ્યા છો?”

​નેતાઓની આ હરકત જોઈને પીડિત પરિવારનો આક્રોશ ફાટી નીકળ્યો. તેમણે આ બંને નેતાઓને ઉધળો લેતા જોરદાર ઠપકો આપ્યો અને મોઢા પર જ કહી દીધું કે “દંભીઓ, આ હોટેલનું લાઇસન્સ તમારી જ સરકારે આપ્યું હતું. હવે તમે અહીં તમારી રાજકીય રોટલી શેકવા આવ્યા છો?”
​પરિવારનો ગુસ્સો તદ્દન વ્યાજબી હતો. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના જ ધારાસભ્યોએ લાંચ લઈને, પૈસા ખાઈને સેંકડો આવી ગેરકાયદેસર હોટેલોને આંખ બંધ કરીને લાઇસન્સ વહેંચ્યા છે. ન તો કોઈ તપાસ કરવામાં આવી, ન તો ફાયર સેફ્ટીના કોઈ નિયમોનું પાલન થયું. આ તમામ ભ્રષ્ટાચાર અને લાપરવાહીનું પરિણામ આજે જનતાએ પોતાના જીવ આપીને ભોગવવું પડી રહ્યું છે.

​પરિવારે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે આ અકસ્માત નથી, પરંતુ દિલ્હીની આપ સરકારના પાપે થયેલી હત્યા છે અને આ બધું તમારી જ સરકારનું કરેલું છે.

​પૂંછડી દબાવીને ભાગવું પડ્યું

​સામાન્ય રીતે ટીવી સ્ટુડિયો અને રેલીઓમાં મોટી-મોટી વાતો કરનારા સંજય સિંહ અને સોમનાથ ભારતી પાસે જનતાના આ આક્રોશ અને સચ્ચાઈનો કોઈ જવાબ નહોતો. જ્યારે પરિવારે પૂછ્યું કે પૈસા લઈને લાયસન્સ કેમ આપ્યા, ત્યારે બંને નેતાઓના ચહેરા ઉતરી ગયા. આખરે કોઈ પણ દલીલ કર્યા વિના કે સાંત્વના આપ્યા વિના, બંને નેતાઓ ત્યાંથી પૂંછડી દબાવીને ચૂપચાપ રવાના થઈ ગયા.

​આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે “આમ આદમી” ના નામે સત્તા પર આવેલી પાર્ટી હવે ખાસ અને ખાઉધરી બની ગઈ છે. જ્યારે હોટેલ માલિકો પાસેથી પૈસા ઉઘરાવવાના હોય ત્યારે ધારાસભ્યો આગળ રહે છે, પણ જ્યારે એ જ પાપના કારણે કોઈ નિર્દોષનો જીવ જાય, ત્યારે આ નેતાઓ હસતા-હસતા મુલાકાત લેવા પહોંચી જાય છે.

​શું આપ સરકાર માટે જનતાના જીવની કિંમત માત્ર લાયસન્સ આપતી વખતે મળતી લાંચ જેટલી જ છે?

​દિલ્હીની જનતા પૂછી રહી છે કે, આવી કેટલી હોટેલો છે જે ફાયર સેફ્ટી વિના ફક્ત નેતાઓના ખિસ્સા ગરમ કરીને ચાલી રહી છે?

​પીડિતોના ઘરે જઈને હસનારા આ નેતાઓ કઈ નૈતિકતાના આધારે ફરીથી જનતા પાસે વોટ માંગવા જશે?

​રાજકારણ તેની જગ્યાએ છે, પરંતુ માનવતાને આ રીતે નેવે મૂકી દેવી તે કોઈ પણ સભ્ય સમાજ સ્વીકારી ન શકે. જનતા હવે જાગૃત થઈ ગઈ છે, તે નેતાઓની ઘડિયાળી આંસુ વહાવવાની કળા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત બરાબર સમજે છે. સંજય સિંહ અને સોમનાથ ભારતીને મળેલો આ આક્રોશ બાકીના નેતાઓ માટે પણ એક ચેતવણીરૂપ પાઠ છે.

Exit mobile version