Site icon Revoi.in

વિજય રૂપાણી ભાજપના આંતરિક વિખવાદનો ભોગ બન્યા છે: કોંગ્રેસ

Social Share

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એકાએક રાજીનામાં બાદ  હવે કોને રાજ્યનું સુકાન સોંપાશે તે અગે રાજકીય નેતાઓમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે વિજય રૂપાણીના રાજીનામાં અંગે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ કે, ગુજરાતના તમામ વર્ગના લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે. ભાજપ સરકારમાં ગુજરાતીઓ હાડમારીનો સામનો કરી રહ્યા છે. નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું છે. આનંદીબેન બાદ વિજયભાઈને પણ તેમનો કાર્યકાળ પૂર્ણ કરવા ના દેવાયો.

આંતરિક વિખવાદનો ભોગ વિજયભાઈના રાજીનામાંથી લેવાયો છે. ફોટો સરકારની તમામ નિષ્ફળતા છુપાવવા વિજયભાઈનું રાજીનામું લેવાયુ છે. પાંચ વર્ષની ઊજવણી સમયે જ નક્કી હતું કે વાજતે ગાજતે વિદાય થઇ રહી છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,  વિજયભાઈ જેવા સરળ માણસને અધવચ્ચે રાજીનામુ અપાવ્યું એનું દુઃખ છે. મોંઘવારી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જવાબદાર છે. ભાજપની નિષ્ફળતાનો એકરાર આંતરિક તકરારથી છતો થાય છે. નિષ્ફળતા છુપાવવા રાજીનામું અપાયું છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં ભયથી સત્તા ટકાવી છે.

ભવિષ્યમાં જાતિવાદ અને કોમવાદ પર સત્તા આવશે તેનો ભય છે. ભાજપ શાસકો સંવેદનહીન બન્યા હતા. કોરોનામાં લોકો મોતના મોમાં ધકેલાયા છે. ભાજપ હવે પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા ચહેરો બદલશે.