Site icon Revoi.in

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

Social Share

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે.

ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટર એટલે કે DFRACના નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ પાકિસ્તાને ટ્વિટર પર નિવેદન આપ્યું છે.જેના માધ્યમથી દેશમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, પાકિસ્તાનના 7 હજારથી વધુ ટ્વિટર એકાઉન્ટ ફેક ન્યૂઝ ફેલાવીને દેશમાં રમખાણો કરાવવાની યોજના બનાવી રહ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસારવિવાદીત નિવેદન બાદ નુપુર શર્માને ભાજપાએ પાર્ટીમાંથી દૂર કર્યાં હતા. તેમજ અનેક મુસ્લિમ દેશોએ નુપુર શર્માના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન દેશમાં હિંસાના બનાવો બન્યાં હતા. અસામાજીક તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. કાનપુર, પ્રયાગરાજ, હાવડા સહિતના નગરોમાં હિંસાના બનાવોમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.