Site icon Revoi.in

બનાસકાંઠાના થરાદમાં સામાન્ય તકરારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

Social Share

અમદાવાદઃ બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ ભારે જહેમત બાદ ટોળાને વિખેરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થરાદમાં બે જૂથના લોકો વચ્ચે સામાન્ય તતકરાર થઈ હતી. જેના પગલે બંને જૂથના લોકો સામ-સામે આવી ગયા હતા. તેમજ ભારે પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. લાકડી ધોકા અને પાઇપ વડે હુમલા થયાના પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. થરાદ પોલીસે 49 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી હતી. કાંકરેજનું ઉંબરી અને અરણુંવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવવાની ફરજ પડી હતી. ગામમાં ફરી કોઇ અઘટીત ઘટના ન બને તે માટે બંને ગામમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અગાઉ પણ અરણુંવાડા ગામમાં બે જૂથના ટોળા વચ્ચે હિસંક અથડામણ થઈ હતી. દરમિયાન ફરી એકવાર બે જૂથ વચ્ચે સામાન્ય મુદ્દે અથડામણ થતા પોલીસે બંને જૂથના આગેવાનોને સમજાવીને મામલો થાળે પાડવાની દિશામાં કવાયત શરૂ કરી છે.