1. Home
  2. Tag "tharad"

થરાદમાં શાળાઓના બાળકોને મફતમાં અપાતા નવા પુસ્તકોનો જથ્થો પસ્તીના ગોદામમાંથી મળ્યો

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદમાં એક ખાનગી પેપર કતરણ કરતાં કારખાનામાંથી ધોરણ 2, 3, 5, 6, 7, 8 અને 10ના પુસ્તકોનો જથ્થો પસ્તીમાં મળી આવ્યો હતો. સરકારી શાળાઓના બાળકોને મફતમાં અપાતા નવા નક્કોર પાઠ્ય પુસ્તકોનો જથ્થો પસ્તીમાં મળી આવતા જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશથી તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કો-ઓર્ડીનેટર તાત્કાલિક […]

અમદાવાદ મ્યુનિ.ના 80 સફાઈ કામદારો થરાદમાં રોડ-રસ્તાની સફાઈ અભિયાનમાં જોડાયાં

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં થરાદમાં સતત વરસાદને કારણે રોડ-રસ્તા પર ગંદકીના થર જામી ગયા હતા. ગંદકીથી રોગચાળો ન ફાટી નીકળે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અંગત રસ લઈને અમદાવાદ મ્યુનિ. પાસે મદદ માગી 80 જેટલા સફાઈ કામદારોની સેવા લઈને શહેરભરમાં સફાઈ અભિયાન શરૂ […]

થરાદ શહેર માટે રિઝર્વ રખાયેલા પાણીની ચોરી ન થાય તે માટે કેનાલ પર 200 SRP જવાનો ગોઠવાશે

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ મરામતનું કામ ચાલી રહ્યું છે.એટલે કેનાલમાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરાયું છે. ત્યારે થરાદ શહેરને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેનાલમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. અને એમાંથી પાણી ખેચીને થરાદને પુરૂ પાડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કેનાલ પાણીથી ભરેલી હોવાથી કેટલાક […]

થરાદની માઈનોર કેનાલમાં પાણી ન છોડાતાં ખેડુતોએ ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા સરહદી તાલુકા થરાદના ભોરોલ ડીસ્ટ્રીબ્યુટરીમાંથી નિકળતી માયનોરના કેનાલમાં છેલ્લા 25 દિવસથી પાણી ન છોડાતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. સિચાઈ વિના પાક સુકાય રહ્યો હોવાથી  આ અંગે ખેડુતોએ અવાર-નવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઇ નક્કર પરિણામ ન મળતાં ખેડૂતોએ કેનાલની પાળ પર ઊભા રહીને  ઢોલ વગાડી ‘રસિયો રૂપાળો રંગરેલીયો નહેરમાં પાણી આવતું […]

બનાસકાંઠાના થરાદ તાલુકાના ગામડાંઓમાં હોળી-ધૂળેટીનું પર્વ પ્રાચીન લોકનૃત્યો સાથે ઊજવાયું

પાલનપુરઃ બનાસકાંઠામાં હોળી-ધૂળેટીનું પર્વ ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે, જેમાં થરાદ તાલુકાના મેસરા, દિપડા, મોરથલ, લુણાવા, બેવટા અને ધાનેરા તાલુકાના થાવર સહિતનાં અનેક ગામોમાં વર્ષોથી પરંપરા મુજબ વડીલો અને યુવાનો દેશી પોશાકમાં સજ્જ થઇ ઘેર (ગેર) લોકનૃત્ય રમે છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત અને રાજસ્થાનમાં હોળી – ધુળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી – ધુળેટીના […]

બનાસકાંઠાના થરાદમાં સામાન્ય તકરારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

અમદાવાદઃ બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ ભારે જહેમત બાદ ટોળાને વિખેરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો […]

બનાસકાંઠાના થરાદના આંતરોલની માઈનોર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા

પાલનપુરઃ જિલ્લાના થરાદના આંતરોલ માઇનોર કેનાલ-1 માં  મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરમાં જીરુ રાયડા અને એરંડા જેવા તૈયાર પાકોને નુકશાન થયુ હતું.  ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે, આંતરોલ માઈનોલ કેનાલ-1ની અધૂરી સાફસફાઈ અને  કેનાલનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાને કારણે વારંવાર ગાબડાં પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદ સહિતના વિસ્તારોને હાલ રવિ સીઝનમાં કેનાલ દ્વારા […]

થરાદમાં વીજ તંત્રની બેદરકારીને લીધે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ નજીક હાઈવેને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન નડતરરૂપ ગણાતા વીજ પોલને દુર કરવાની કામગીરીતાલતી હતી તે દરમિયાન પાણીની પાઈપ લાઈન તૂટી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયાની જાણ થતાં જ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને પાણીનો સપ્લાય બંધ કરાવીને પાઈપ લાઈનની મરામતની કામગીરી હાથ ધરી […]

રવિ સીઝનના ટાણે જ કેનાલમાં સિંચાઈ માટે પાણી ન અપાતા થરાદના ત્રણ ગામના ખેડુતોએ કરી રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ તાલુકાના ખેડુતો સિંચાઈના પાણી  અપાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થરાદના તાલુકામાં ગડસીસર શાખા, રાણપુર ડીસ્ટ્રીબ્યુટર નહેર તથા રામપુરા માઇનોર કેનાલનું પાણી ચાલુ કરવા ખેડૂતો બહોળી સંખ્યામાં નર્મદા નિગમની કચેરીએ પહોંચીને  રજૂઆત કરી હતી. સરહદી વિસ્તારમાં કેનાલને લઇને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝનની શરૂઆત થતાં પાણી ન મળતાં ખેડૂતોએ નર્મદા […]

થરાદ નજીક નર્મદાની નહેર નીચે બનાવેલું નાળું ખેડુતો માટે બન્યુ આફતરૂપ, ખેતરોમાં પાણી ભરાયા

પાલનપુરઃ  જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું ખેડુતો માટે આફતી બની જતાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની ગયા છે. જેના પગલે ખેતરોમાં ઢીંચણસમું પાણી હજુ પણ ભરાયેલું હોવાથી પાક નિષ્ફળ જવા પામ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code