Site icon Revoi.in

વાયરલ :KGF ચેપ્ટર 2 હિટ થવા પર અમૂલે બનાવ્યું આ ખાસ ડૂડલ,બન્યું ચર્ચાનો વિષય

Social Share

ફિલ્મ ‘KGF: Chapter 2’ એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.આ ફિલ્મ 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી લઇ અત્યારસુધી કરોડોની કમાણી કરી ચુકી છે.અને હજી પણ કમાણીનો સિલસિલો યથાવત છે.આ ફિલ્મમાં અભિનેતા યશ મુખ્ય ભૂમિકામાં છે.આ સિવાય ફિલ્મમાં સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

હવે જ્યારે આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ છે, તો પછી અમૂલ તેનું સન્માન કરવામાં કેવી રીતે પાછીપાની કરે.આ ફિલ્મને સન્માનિત કરવા માટે ભારતીય ડેરી બ્રાંડ અમૂલે તેના ઇન્સ્ટાગ્રામ પેજનો સહારો લીધો છે.

https://www.instagram.com/p/CchgqCVo1Vw/?utm_source=ig_embed&ig_rid=f0e8f216-94f2-48f3-af55-e583e94d210e

ખરેખર,અમૂલે તેની આઇકોનિક શૈલીમાં ડૂડલ શેર કર્યું છે. આ ડૂડલમાં અભિનેતા યશને બાઇક સાથે રોકીના ગેટ-અપમાં બતાવવામાં આવ્યો છે.તસ્વીરમાં એક ખૂબ જ રમુજી વાત પણ લખવામાં આવી છે.અમૂલ ઘણીવાર ડૂડલ્સ દ્વારા કંઈક ને કંઈક શેર કરતું રહે છે, જેમાં કેટલીક રમુજી તસવીરો પણ હોય છે.

લોકો ફિલ્મ KGF ચેપ્ટર 2ના વખાણ કરવામાં વ્યસ્ત છે.સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ તસવીર પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે.એક યુઝરે લખ્યું છે, ‘સલામ રોકી ભાઈ…સુપર કૂલ આર્ટ વર્ક અમૂલ’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘આ એક અદ્ભુત આર્ટ વર્ક છે’.

Exit mobile version