Site icon Revoi.in

ધર્મનું રક્ષણ ધર્મ પાલન દ્વારા આપણે જ કરવાનું છેઃ મોહન ભાગવતજી

Swaminarayan Mandir Jetalpur

Swaminarayan Mandir Jetalpur

Social Share
જેતલપુર, 5 માર્ચ, 2026 – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે આજે 5 માર્ચ 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામ, ખેડા ખાતે શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી પાટોત્સવ સહભાગી થઈ દર્શન અને પૂજા અર્ચના કરી હતી. સરસંઘચાલકે આ પ્રસંગે સામેલ થવા બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતન ધર્મ કાર્યને બિરદાવ્યું હતું.

એક સિનિયરને મળી ને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજ મારૂ મન છે

શ્રી મોહનજી ભાગવતએ આ અવસરે કહ્યું કે આજ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અમે તો અમારું કામ કરતાં કરતાં 100 વર્ષ પૂર્ણ કર્યા, પરંતુ આજ કામ કરતાં કરતાં જેમના 200 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક સિનિયરને મળીને એક જુનિયરને જેવી અનુભિત થાય છે તેવું આજે મારૂં મન છે.
Swaminarayan Mandir Jetalpur

ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે

કામ તો એક જ છે સનાતન ધર્મની રક્ષા. ધર્મ તો ચિરંતન અને શાશ્વત છે, ભગવાનની ઈચ્છા થી શ્રૃષ્ટિ બની અને શ્રૃષ્ટિના નિયમ જે છે એ જ ધર્મ છે. તેમણે કહ્યું કે આપણાં પોતાના આચરણમાં જે ધર્મ છે તે કરવાનું છે, ધર્મ કરવાનું એટલે શું કરવાનું તો ધર્મ જોડવાનું કામ કરે છે એટલે આપણે આપણું જીવન જોડવાવાળું બનાવવું પડશે.
સંઘમાં નિત્ય ઉપાસના શાખા છે. અહિંયા ઉપાસના એટલે સનાતન વેદિક પરંપરાની પૂજા. આપણે ત્યાં શિક્ષાપત્રી છે એમાં સર્વસામાન્યએ આચરણ કેવી રીતે કરવું એ વાત છે. મહત્ત્વ આચરણનું જ હોય છે માત્ર બોલવાનું નહીં. ધર્મની રક્ષા ધર્મ પાલન (આચરણ) થી આપણે જ કરવાની છે અને ધર્મનું કામ છે જોડવું અને ઉન્નત કરવું.
ભગવાને બનાવેલી સૃષ્ટિમાં પ્રત્યેકનું કંઈક ને કંઈક પ્રયોજન છે એવો ભાવ રાખીને બધાય સાથે આત્મીયતાનો ભાવ રાખવો એને સામાજિક સમરસતા કહેવામાં આવે છે. બધાજ ભગવાન દ્વારા બનાવેલા છે તો ઊંચ-નીચ ક્યાંથી આવ્યું? આ ભેદ ક્યાંથી આવ્યો? વ્યવસ્થા ભેદ માટે નથી હોતી. જે વ્યવસ્થામાં ભેદ આવી જાય છે તે ધર્મ સમાજનું અહિત કરે છે. એટલે ધર્મ આપણાં આચરણમાં જ છે.
આજની પરિસ્થિતિમાં સંપૂર્ણ વિશ્વને દિશા બતાવવાનું કામ ભારત પાસે જ આવવાનું છે. આધ્યાત્મના આધાર પર ચાલવાવાળા કાર્ય, વાસ્તવમાં માનવતા કે સૃષ્ટિને સાથે રાખીને પરમાત્મા તરફ આગળ વધવા માટે તૈયાર કરવાવાળું કાર્ય છે. આ અવસરે શ્રી મોહનજી ભાગવતે ડિફેન્સ પ્રદર્શનીનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.
Exit mobile version