Site icon Revoi.in

કાશ્મીરમાં બલિના બકરાની જેમ અમારો ઉપયોગ ના થવો જોઈએઃ કાશ્મીરી પંડિતો

Social Share

કાશ્મીરમાં ફરી એકવાર નોનકાશ્મીરી અને પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના પંડિતની ગોળીમારીને હત્યા કરવાના બનાવને પગલે પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ કાશ્મીરી પંડિતો ન્યાયની માંગણી કરી રહ્યાં છે. દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે, બલિના બકરાના રૂપમાં અમારો ઉપયોગ ના થવો જોઈએ, તેમજ બડગામ ઉપાયુક્તની સામે કાર્યવાહી કરવામાં આવે.

દિલ્હીના જંતર-મંતર ઉપર પ્રદર્શન દરમિયાન કાશ્મીર સમિતિ દિલ્હીના અધ્યક્ષ સીમર ચુંગુએ કહ્યું કે, સરકાર કાશ્મીરી પંડિતોની વાપસી અંગે વાસ્તવમાં ગંભીર છે તો પહેલા એ વાત જાણવી જરૂરી છે કે કાશ્મીરી પંડિત નરસંહારનો શિકાર છે. આવા મામલોને ઝડપથી કાનૂની કાર્યવાહી કરીને આરોપીઓની ઓળખ માટે નરસંહાર આયોગની રચના કરવી જોઈએ, રોકથામ નરસંહાર વિધેયક અધિનિયમિત કરવું જોઈએ અને 1991થી પનુન કાશ્મીર પ્રસ્તાવ અનુસાર કાશ્મીરમાં વન પ્લેસ સેટલમેન્ટ બનાવવું જોઈએ.

પનુન કાશ્મીરના એક વરિષ્ટ નેતા વિઠ્ઠલ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાહુલ ભટ્ટને ખતરો હોવા છતા કાર્યવાહી નહીં કરવી અને તેમના સ્થાનાંતરણમાં મોડુ કરવા મામલે બડગામ ઉપાયુક્તની સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ, વિરોધ પ્રદર્શન કરી રહેલા કાશ્મીરી પંડિતો ઉપર બળ પ્રયોગ કરનારા બડગામના એસપીની સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ.

રૂટ્સ ઈન કાશ્મીરના કાર્યકર્તા આશીષ રાજદાને ચેતવણી ઉચ્ચારી હતી કે, જો સરકાર દોષિતો સામે કાર્યવાહી નહીં કરે તો કાશ્મીરી પંડિતોને અવાર-નવાર નિશાન બનાવવા મુદ્દે રાષ્ટ્રવાપી અભિયાન શરૂ કરવામાં આવશે.