Site icon Revoi.in

સત્તા મેળવવા અને જાળવી રાખવા અમે હિન્દુત્વ મામલે સમાધાન નહી કરીએઃ એકનાથ શિંદે

Social Share

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ ધારાસભ્યો સહિત 46 એમએલએએ બળવો પોકાર્યો છે અને આ ધારાસભ્યો સુરતથી આજે સવાર જ ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે સત્તા મેળવવા અને સત્તાને બચાવી રાખવા માટે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સમાધાન નહીં કરીએ.

સુરતથી આજે એકનાથ શિંદે સહિતના શિવસેનાના ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમે બાગી નથી પરંતુ બાલાસાહેબના સૈનિક છીએ. બાલાસાહેબ ઠાકરેની હિન્દુત્વની વિચારધારાને આગળ લઈ જવી છે. અમે 46 ધારાસભ્યો છીએ અને હિન્દુત્વની વિચારધારાને આગળ રાખીને જનતાની ભાવના પ્રમાણે આગળ લઈ જઈશું. અમારી સાથે શિવસેના ઉપર અપક્ષ ધારાસભ્યો પણ છે. અમને ભાજપના કોઈ પણ નેતાનું સમર્થન મળ્યું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે બાલાસાહેબના સૈનિત છીએ, સત્તા મેળવવા અને સત્તા જાળવી રાખવા માટે હિન્દુત્વ મુદ્દે કોઈ પણ સમાધાન કરવા માંગતા નથી.

મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સામે શિવસેનાના જ ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે, જેથી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં બેઠકનો દોર શરૂ થયો છે. શિવસેના જ ધારાસભ્યોએ બળવો કર્યાનું સામે આવતા શિવસેનાએ ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી છે. બીજી તરફ એનસીપી અને કોંગ્રેસએ પોતાના ધારાસભ્યોને સાચવી રાખવા માટે કવાયત શરૂ કરી છે. હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ઉથાલ-પાથલ ઉપર લોકોની નજર મંડાયેલી છે, તેમજ હવે મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં શુ પરિસ્થિતિ સર્જાય છે તે જોવી રહી.