Site icon Revoi.in

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં નામાંકિત તબીબો માનદ સેવા આપશે

Social Share

અમદાવાદઃ ગુજરાતની સરકારી હોસ્પિટલોના દર્દીઓને પણ જાણીતા તબીબોની સેવાનો લાભ મળી રહે તે દિશામાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં જાણીતા તબીબોને માનદ સેવા માટે આમંત્રણ આપવામાં આવશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે સાંજની ઓપીડી પણ શરૂ કરવામાં આપશે..

નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંકુલમાં અત્યાર સુધીમાં સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી ઓપીડી ચાલતી હતી. ત્યાર બાદ ઇમરજન્સી ઓપીડી ચાલતી હતી. હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી ચાલુ કરવામાં આવશે. સાંજના ચારથી પાંચ વાગ્યા સુધી ઓપીડી ચલાવાશે. આમ રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓને ફાયદો થશે. દિવાળીમાં અમદાવાદમાં કોરોનાના દર્દીઓને ક્યાં દાખલ કરવા તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. જો કે, તંત્રની સતર્કતાના કારણે આજની તારીખે કોવિડ હોસ્પિટલની 84 ટકા પથારીઓ ખાલી છે. સંક્રમણ ઘટે અને દર્દીઓની સંખ્યા ઘટે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન ટ્રાયલ ચાલી રહી છે. તેમાં અત્યાર સુધીમાં જે ટ્રાયલ થયાં તેમાં કોઈ દર્દીને રિએકશન આપવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં બીજો ટ્રાયલ ડોઝ અપાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નામાંકીત ખાનગી તબીબોની હોસ્પિટલો અને ક્લીનિક ચાલે છે. દેશ-વિદેશથી અહીં દર્દીઓ સારવાર માટે આવે છે. તેમની આવડતનો લાભ સિવિલ હોસ્પિટલના દર્દીઓને થાય તેવો નિર્ણય કરાયો છે. માનદ સેવા માટે લાભ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા તબીબનો આમંત્રણ આપવામાં આવશે. તેમની દવા સહિતનો ખર્ચ સરકાર કરશે. આમ ગુજરાતમાં નવી સેવા પ્રારંભ કરાયો છે.