Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ બીરભૂમિ હિંસાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, TMC અને BJPના ધારાસભ્યો મારા-મારી

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ બીરભૂમિ હિંસાના વિવાદ વિધાનસભામાં પહોંચ્યો હતો. વિધાનસભામાં ભાજપ દ્વારા બીરભૂમિ વિવાદ ઉપર ચર્ચાની માંગણી કરતા હંગામો થયો હતો. દરમિયાન ટીએમસીના ધારાસભ્યોએ ધક્કા-મુક્કી અને મારા મારી કરી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો. બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારા મારી થઈ હતી. જેમાં અસિતને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે આકરા પ્રહાર કર્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાએ શુભેન્દુ અધિકારી સહિત ભાજપના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાં હતા. સસ્પેન્ડ થનારા ધારાસભ્યોમાં શુભેદું અધિકારી, મનોજ તિગ્ગા, નરાહરી મહતો, શંકર ઘોષ અને દીપક બરમનનો સમાવેશ થાય છે. આગામી આદેશ સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિભાનસભાના બજેટ સત્રનો આજે સોમવારે અંતિમ દિવસ હતો. કથિત મારમારી બાદ ભાજપના ધારાસભ્યો વિધાનસભામાંથી બહાર નીકળી ગયા હતા. તેમજ આક્ષેપ કર્યો હતો કે, બીરભૂમિ પરહ ચર્ચા કરવાની માંગણી કરી હતી. જેથી હંગામો થતા કથિત રીતે ટીએમસીના ધારાસભ્યોએ મારામારી કરી હતી.

ભાજપના ધાસાભ્ય વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગાએ જણાવ્યું હતું કે, ટીએમસીના ધારાસભ્યોએ તેમને ધક્કે ચઢાવ્યાં હતા. તેમજ શર્ટ પણ ફાડી નાખ્યો હતો. જે બાદ ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ વિધાનસભાની બહાર સુત્રોચ્ચાર કર્યો હતો. બંગાળના સિનિયર નેતા બીએસ સંતોષે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા બાદ સ્તર સતત ઘટ્યું છે. આજે ભાજપના ધારાસભ્યો ઉપર હુમલા થયાં છે. બંગાળની રાજનીતિનું સ્તર કથડ્યું છે.