Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ BJPએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો, દેખાવો કરતા કાર્યકરો-નેતાઓની અટકાયત

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કથિત ભષ્ટ્રાચારના વિરોધમાં ભાજપ દ્વારા સચિવાલય ઘેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સચિવાલય તરફ જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભાજપના અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી.

બંગાળમાં મમતા બેનર્જી સરકાર વિરોધ ભાજપાએ મોરચો ખોલીને સચિવાલયના ઘેરાવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન નબન્ના ચલો અભિયાન હેઠળ ભાજપના નેતા-કાર્યકરોએ દેખાવો યોજ્યો હતો. દરમિયાન પોલીસે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને લોકેટ ચેટરજીને કસ્ટડીમાં લીધા હતા. હાવડામાં ભાજપના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.

અગાઉ પોલીસે પશ્ચિમ બર્દવાન જિલ્લાના પનાગઢ રેલ્વે સ્ટેશન પરથી ભાજપના ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી જ્યારે તેઓ બંગાળ ભાજપના નબન્ના સચિવાલય તરફ કૂચ કરવા જઈ રહ્યા હતા. પોલીસે ભાજપના અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. બોલપુર રેલવે સ્ટેશન પર ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. અહીં પણ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપના કાર્યકરોને નબન્ના ચલો અભિયાનમાં ભાગ લેવા કોલકાતા જતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ભાજપના નબન ચલો અભિયાનને મંજૂરી આપી ન હતી.

ભાજપના કાર્યકરો નબન્ના માર્ચમાં સામેલ થવા ટ્રેનો દ્વારા કોલકાતા પહોંચ્યા હતા.પોલીસે રેલ્વે સ્ટેશનો પર બેરીકેટ્સ લગાવી દીધા હતા. બીજેપી નેતા અભિજીત દત્તાએ કહ્યું, “અમારા 20 કાર્યકરોને પોલીસે દુર્ગાપુર રેલ્વે સ્ટેશન પાસે રોક્યા હતા. TMC સરકારના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભગવા પક્ષના ‘નબન્ના અભિયાન’ (સચિવાલય તરફ કૂચ) માં ભાગ લેવા પશ્ચિમ બંગાળના ભાજપના સમર્થકો સવારથી કોલકાતા અને હાવડા પહોંચ્યા હતા.