Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળીને PM મોદીએ શું કહ્યું, જોવો આ વીડિયોમાં….

Social Share

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાયનલમાં ભારતીય ટીમનો પરાજ્ય થયો હતો. જેથી ભારતીય ખેલાડીઓની સાથે લાખો પ્રશંસકો પણ નિરાશ થયાં હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પણ ગયા હતા. ફાઈનલ પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. જ્યાં તેઓ તમામ ભારતીય ખેલાડીઓને એક-એક કરીને મળ્યાં હતા. આ ઉપરાંત ભારતીય કોચ રાહુલ દ્રવીડ તથા અન્ય સ્ટાફને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ અને સ્ટાફને મળીને પ્રોત્સાહન પુરી પાડ્યું હતું.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને મળ્યા હતા, તેમજ નિરાશ બંને ખેલાડીઓને નિરાશાને ખંખેરીને હસવા ક્હ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આવુ થયા કરે, વડાપ્રધાન બંને સિનિયર ખેલાડીઓને મળ્યા બાદ ભારતીય ટીમના તમામ ખેલાડીઓને એક બાદ એક મળ્યાં હતા. આ દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય એવા ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ સાથે ગુજરાતીમાં જ વાતો કરી હતી. તેમજ વર્લ્ડકપમાં ભારતીય ટીમે કરેલા પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમને દિલ્હી મળવા આવવા માટે આમંત્રણ આવ્યું હતું.

દેશમાં સતત વિકાસની દિશામાં કામગીરી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવાર-નવાર વિવિધ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓ સાથે પણ સંવાદ કરે છે. ઓલિમ્પિક હોય કે એશિયન ગેમ્સ આ ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો પ્રસાર કરે છે. એટલું જ નહીં અનેકવાર તેઓ ખેલાડીઓ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરે છે.