Site icon Revoi.in

વોટ્સએપે એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે આટલું કરો…

Social Share

નવી દિલ્હીઃ માત્ર ત્રણ મહિનામાં જ વોટ્સએપે ભારતમાં 22 કરોડથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વ્હોટ્સએપે આ કાર્યવાહી પોલિસીના ઉલ્લંઘનને લઈને કરી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ બમણો છે. આ આંકડાઓ સાયબર કૌભાંડના વધતા જતા કેસ તરફ પણ ઈશારો કરે છે. વોટ્સએપે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2024 માટે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. ભારતમાં જાન્યુઆરીમાં 6,728,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં આ સંખ્યા 7,628,000 પર પહોંચી હતી અને માર્ચમાં કુલ 7,954,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વોટ્સએપ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ગમે તેવા મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારવું જોઈએ. જો મેસેજ યોગ્ય હોય તો જ ફોરવર્ડ કરવો જોઈએ.

WhatsAppના માસિક અહેવાલ મુજબ, આ ભારતીય WhatsApp એકાઉન્ટ્સ સામેની કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021ના નિયમ 4(1)(d) અને નિયમ 3A(7) હેઠળ કરવામાં આવી હતી.
વોટ્સએપ દ્વારા પ્રતિબંધિત એકાઉન્ટ્સ સ્પામિંગ અને અન્ય ગેરરીતિઓમાં સામેલ હતા. આ એકાઉન્ટ્સમાંથી સ્પામ સંદેશા મોકલવામાં આવ્યા હતા. આ સિવાય લોકોને અશ્લીલ અને ધમકીભર્યા મેસેજ મોકલવા માટે પણ ઘણા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં લગભગ 53 કરોડ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે.

તમારું WhatsApp એકાઉન્ટ આ રીતે સુરક્ષિત રાખો

કોઈપણ પ્રકારની શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા બે વાર વિચાર કરો.
ટેલિમાર્કેટિંગ અને સંલગ્ન માર્કેટિંગ માટે બલ્ક સંદેશાઓ મોકલશો નહીં. જો આ તમારું કામ છે તો બિઝનેસ એકાઉન્ટમાંથી મેસેજ કરો.
કોઈને અશ્લીલ સામગ્રી મોકલશો નહીં.