- કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ, જાણો વિગતવાર કાર્યક્રમ
અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026 – Union Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 13 – 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપશે.
ગુજરાત ભાજપ દ્વારા જારી અમિતભાઈ શાહના ત્રણ દિવસના કાર્યક્રમોની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે. તદઅનુસાર, તેઓ આવતીકાલે અર્થાત 13 જાન્યુઆરીને મંગળવારે સવારે 10.00 વાગ્યે માણસા પહોંચશે. ત્યારબાદ પેથાપુર, બપોરે બે વાગ્યા પછી સનાથલ અને સાંજે ચાર વાગ્યા પછી આણંદના કાર્યક્રમોમાં સામેલ થશે. કેન્દ્રીય મંત્રી સાંજે છ વાગ્યાના અરસામાં નડિયાદ સંતરમ મંદિરમાં દર્શન કરશે.
ગુજરાત મુલાકાતના બીજા દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે સવારે અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યા બાદ 11.30 વાગ્યે નારણપુરામાં વોર્ડના કાર્યકરો સાથે પતંગત્સવ ઉજવશે. એ જ રીતે બપોરે ત્રણ વાગ્યા બાદ નવા વાડજના કાર્યકરો સાથે બે અલગ અલગ સ્થળે પતંગોત્સવમાં સામેલ થશે.
15 જાન્યુઆરીને ગુરુવારે સવારે 10.45 વાગ્યે ટાગોર હૉલ ખાતે અમિતભાઈની ઉપસ્થિતિમાં ડૉ. ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનો વિમાચન સમારંભ યોજાશે.

