Site icon Revoi.in

શું મોદી એ વાતની ગેરેન્ટી લેશે?, બિહાર વિધાનસભામાં નીતિશની સામે તેજસ્વી યાદવે કાઢયો બળાપો

Social Share

પટના: બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન આરજેડીના નેતા તેજસ્વી યાદવ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. ભૂતપૂર્વ ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ખૂબ આકરા વાકપ્રહારો કર્યા હતા.

આરજેડીના નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમારની સરખામણી દશરથ સાથે કરી દીધી. તેજસ્વી યાદવે કહ્યુ કે મુખ્યમંત્રી અમારા માટે આદરણીય હતા , છે અને હંમેશા રહેશે. પરંતુ તેમણે જે કર્યું તે યોગ્ય નથી. તેજસ્વી યાદવે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પુછી લીધો. તેમણે કહ્યુ કે શું મોદીજી આ વાતની ગેરેન્ટી લેશે કે નીતિશ કુમાર ફરીથી પલટશે અથવા નહીં ?

તેજસ્વી યાદવે આગળ કહ્યુ કે ઘણીવાર મુખ્યમંત્રી નીતિશ કુમાર મને બોલતા રહ્યા છે કે તું મારા દીકરા જેવો છું. હું પણ નીતિશ કુમારને રાજા દશરથની જેમ જ પિતા માનું છું. તેમની મજબૂરી રહી હશે જેવી રાજા દશરથની રહી હતી કે ભગવાન રામને વનવાસ મોકલી દીધા. જો કે હું આને વનવાસ માનતો નથી. મને તો આમણે જનતાની વચ્ચે મોકલ્યો છે, તેમના સુખદુખનો ભાગીદાર બનવા માટે.

તેજસ્વી યાદવે એમ પણ કહ્યુ છે કે હું આ નવી સરકારની વિરુદ્ધ ઉભો છું. હું 9 વખત શપથ લઈને ઈતિહાસ રચવા બદલ મુખ્યમંત્રી નીતિશ કુમારને ધન્યવાદ આપવા માંગુ છું. તેજસ્વી યાદવે કહ્યુ છે કે સતત 9 વાર મુખ્યમંત્રી પદની શપથ લઈને ઈતિહાસ રચ્યો. 9 વખત શપથ જ નથી લીધી, પરંતુ એક જ ટર્મમાં તેમણે ત્રણ-ત્રણ વખત શપથ લીધા છે. મેં આવો અદભૂત નજારો પહેલા ક્યારેય જોયો નથી.

તેજસ્વી યાદવે ગૃહમાં નીતિશ કુમારને એક જ ટર્મમાં ત્રણ વખત શપથ લેવા બદલ અભિનંદન આપ્યા હા. તેના પર ગૃહમાં હાસ્યનું મોજું ફેલાયું હતું. તેજસ્વી યાદવે નીતિશ કુમારને દશરથ ગણાવ્યા અને કહ્યુ કે તેમની પણ કોઈ મજબૂરીઓ રહી હશે.