Site icon Revoi.in

શું શાહરુખ ખાન ચીની એક્ટર જેકી ચેનની જેમ પોતાના છોકરાને પ્રોપર્ટીમાંથી બેદખલ કરશે? જેકી ચેનનો છોકરો પણ પકડાયો હતો ડ્રગ્સ કેસમાં,સોશિયલ મીડિયામાં સવાલ

Social Share

મુંબઈ: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના દિકરાની પણ NCB દ્વારા ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં કોર્ટે આર્યન ખાન અને તેના મિત્રોના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે. હવે NCB આગામી ત્રણ દિવસમાં દરેકની વધુ પૂછપરછ કરશે.

આ દિવસો દરમિયાન સોશિયલ મીડિયામાં લોકો દ્વારા એક સવાલ પુછવામાં આવી રહ્યો છે કે શું શાહરુખ ખાન પોતાના દિકરાને સજા આપશે કે નહી, શું શાહરુખ ખાન ચીની એક્ટર જેકી ચેનની જેમ પોતાના છોકરાને પ્રોપર્ટીમાંથી બેદખલ કરશે? ચાઈનીઝ એક્ટર જેકી ચેનનો છોકરો પણ ડ્રગ્સ કેસમાં પકડાયો હતો અને તે બાદ તેને જેકી ચેનની પ્રોપર્ટીમાંથી બેદખલ કરવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન એનસીબીએ જણાવ્યું કે તેમને આર્યનના મોબાઈલમાંથી ચોંકાવનારા ફોટા મળ્યા છે. ફોટોમાંથી ઘણી ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે. આ કારણે NCBએ ડ્રગ્સ રેકેટની તપાસ માટે આર્યનની કસ્ટડી જરૂરી ગણાવી છે. NCBએ કહ્યું કે ક્રુઝ પાર્ટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલી છે. આ સાથે કહેવામાં આવ્યું કે ડ્રગ્સ લેવા માટે કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જોઈને સરકારી વકીલે 11 ઓક્ટોબર સુધી તમામ આરોપીઓની કસ્ટડીની માંગણી કરી હતી.

જો કે સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ તો જાણે બોલીવૂડને ડ્રગ્સનું ગ્રહણ લાગી ગયું છે એક બાદ એક મોટા ચહેરાઓ ડ્ર્ગ્સ સાથે જોડાયેલા ગુનામાં સામે આવી રહ્યા છે. હવે બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના દિકરાની પણ NCB દ્વારા ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી છે.